Thursday, 9 January 2020

એકનિષ્ઠ ગ્રહણશીલતા ...


એકનિષ્ઠ ગ્રહણશીલતા પરમપ્રક્ષાલિત
હોવી અભ્યર્થના જે મેળવ્યે બનતી બક્ષિસ

અથાગ ગ્રહણશક્તિ સ્વપ્રમાણિત
ગ્રાહ્યની રીતિ ને સંનિધીથી આકર્ષિત 

ઊભરાવે અવતરણથી માંહ્યલો ગદગદિત
પ્રસાર એક એકનો જોજનો લક્ષિત

ગ્રાહ્યતા પામી થવું રહે કૃતજ્ઞિત
ધન્ય ધરવું ને ખોબે ખોબે થતું કરવું સમર્પિત 

જીવે મહીં પરમંશ સ્વસંચાલિત સ્થિત
ને સક્રિય સદૈવ કૃપા, કૃપાળુ ને કૃપાઆધીન...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Erythrina variegate
Coral tree
Significance: Matter prepares Itself to Receive the Supramental
Matter strives to free itself from old habits in order to prepare for the new realisation

Wednesday, 8 January 2020

પછી સત્ય શોધતું આવે...


માનવક્ષમતામાં ક્યાં સત્યનું પારખું
સત્યસ્વરુપ તો સ્તરે સંદર્ભે બદલાતું

વિવિધરુપી છતાં સાતત્ય ઉભારતું
મનમતિનું શું ગજું કે આંકે મૂલવણું

બંધ મર્યાદા ને સીમિત ફરે વલોણું
સાચ સતતત્ત્વનું દૂરદૂર સુધી જોગું

પરે જવું રહે નિમ્ન ઘડતરોથી ને આઘું
તૈયારી હોવી સ્વીકારવા સાવ અણજાણ્યું

ને મુકવું રહ્યું પરમચરણે જે જે કંઈ હેવાયું
મમત્વ, મુદ્દા, મળતર, મુદ્દત તમામને પધરાવતું

પછી સત્ય શોધતું આવે વહેવા તણું ઘણું
શિરોધાર્ય બને ને અવતરણે સ્વયંભૂ જીવાતું...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Tecomaria capensis
Cape honeysuckle
Significance: Power of Truth in Subconscient
It can act only when sincerity is perfect

Tuesday, 7 January 2020

આરંભાય સ્થાપન પ્રક્રિયા...


થયો એકવાર જાગ્રત ચૈત્યપુરુષ
આરંભાય સ્થાપન પ્રક્રિયા તુર્ત

મોખરે રહેવો મુખર સંપૂર્ણ
સર્વ સંસાધનો થકી સ્ફુર્ત

સંચાલન ને નિદર્શનમાં પુખ્ત
ચૈત્યનું સામ્રાજ્ય થવું મજબૂત

તાદાત્મ્ય જેટલું જાગ્રત, શુદ્ધ
કૃપાપ્રમાણ થતું રહે સતત સમૃદ્ધ

મન મતિ પ્રાણ વર્તે પ્રભાવ યુક્ત
ઇન્દ્રિયો સુદ્ધાં થવું સઘળું અભિભૂત

સફર હજી અપૂર્ણ જો ચેતાતંત્ર વિસ્મૃત
દર ચેતા ઠસોઠસ રહેવી દિવ્ય થકી ઝંકૃત 

આલસ્ય મેદ તલપ અવલંબન કચાશ ખુદ
અળગાં થવાં મહીંથી...અચેતથી અનાવૃત

આત્મસ્થ જીવનનો પછી આરંભ અચૂક...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Callistephus chinensis
China aster
Significance: Supramentalised Psychic Activity
Luminous, manifold, balanced it meets all needs



Monday, 6 January 2020

આજ સુણાવું, સુણો!


આજ સુણાવું, સુણો! ઘટકની ગાથા
પરમઅંશનાં બહુધા રુપ, અરુપ ને સંજ્ઞા

વિવિધા ને બહુમુખીમય દર ઘટ અનન્ય
પરમ પરે ને પરમાણુ પચ્યાત અકળ કર્મી વિધાતા

દ્વૈત ધરી પ્રવર્તે વૈવિધ્યસભર પ્રકૃતિ પરાત્પરા
અદ્વૈત પણ ઘટક સમ! જો પૃષ્ઠભૂમિ વિચારધારા!

ખુદ અંશમાત્ર જર! ને અંશોનો અજર જન્મદાતા
સર્વત્ર મહીંથી ઉદ્ભવે શાશ્વત અખંડ સંહિતા ... 

બ્રહ્માંડ અઘટ, ઘડે ઘટક ઘટક દ્વારા
વહેતી વિલોમતી વિસ્તરતી અદમ્ય અવિરત શ્રુંખલા...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦  


Flower Name: Sambucus
Elder, Elderberry
Significance: Charm
Envelops and conquers by its unfailing sweetness

Sunday, 5 January 2020

ઈરાદો એ ... હતો ખાસ!


પૂર્ણયોગમાં રહી કરવા કર્તવ્યો કામ
જન્મ જ્યારે લેવડાવ્યો બહાર
ઈરાદો એ દિવ્યચેતના તણો હતો ખાસ.

ઉછેરવા જીવને જેથી બને પર્યાપ્ત
સંસારિક રીત રસમોનો "ભાગ" ,
છતાં પ્રતિકારક સશક્ત બનવા બદલાવ

પૂર્વજન્મોમાં મેળવેલ કેળવણી પ્રમાણ
સંચિત એ આત્મબળમાં જે મૂળનું જાણકાર 
કરવા એનો ઉપયોગ યોગ્ય ને યોગ-દાન 

ધરી કર્મો જે મોકળાં કરે પ્રસાર, વિસ્તાર 
આત્મા તણાં ને સાથે ક્ષેત્ર વિશેષ કારભાર
સત્ય સાયુજ્ય સમેત સમૃદ્ધિમય સંસાર ને અધ્યાત્મ...

પ્રભો ...

જાન્યુઆરી ૨૦૨૦



Flower Name: Kopsia fruiticosa
Shrub vinca
Significance: Determination
Knows what it wants and does it.

Saturday, 4 January 2020

અંતરનું રુડું જગ વિશાળ ...



અંતરનું રુડું જગ વિશાળ
ચાર સીડી નીચે ઉતરી કરવો નિવાસ

એકવાર જે ઉતરી પહોંચે અંતરિયાળ
હંમેશનો બંધાણી એ જગનો, વ્યસની જ જાણ!


અભિગમો ને ઘડતરો વિહીન ક્યાંક
હકીકતો પુષ્ટ ને નક્કર સાચું જીવન આકાશ

આખું અસ્તિત્વ અનાયાસ!
પ્રભાવિત, નિઃશંક છતાં સમયયુક્ત સરકતી સાન 

તદુપરાંત અદમ્ય તાદાત્મ્ય ખાસ
પરમ પોતે દેહી અહીં ને ધન્યી એહનો અપરંપાર

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦



Flower Name: Rosa
Rose
Significance: Loving Surrender
A state that can be obtained by surrendering to the Divine.

Thursday, 2 January 2020

હશે જ કશું ...


બ્રહ્માંડને પરે હશે જ કશું
જેમ જેમ ચડતા જઈએ એમ દેખાતું નવું

શિખર નથી કંઈ એક તણું
પણ સ્તરોમાં ફેલાયેલ એક એકથી ચડિયાતું

દર ટોચ દેખાડે દ્રશ્ય અલાયદું
એ સ્થાનેથી જ વિદીત, એ સ્થાન પછીનું

દર ઉર્ધ્વગમનનું વાતાવરણ નવલું
શાંતિ સમત્વ સૌંદર્યમય નીરવ કૃપાવત્ પોતીકું

કલ્પન, અભીપ્સા ને અનુભૂતિ જ ભાથું
ને સમર્પિત જન્મજીવન સર કરતું રહે દિવ્યભરણું...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦



Flower Name: Aristolochia rigens
Dutchman's pipe, Pelican flower    
Significance: Lasting Inspiration
Waits patiently to be received.

શું છે આ ઊર્ધ્વ પ્રયાણ?


શું છે  ર્ધ્વ પ્રયાણ?

જાણે સમુદ્ર હિલ્લોળે ભણી આભ

ગગન ને ધરા જાણે એક વાસ
સમગ્ર સળંગ એક આયામ

જુદારો સૂઝે, જડે ક્યાંય
સમ્મિલીત સમથળ લીસ્સાં સ્થળકાળ
એકમવત્! ઘડક અવકાશ

સહજ સ્થિતી, સહજતાએ સાધ્ય
હ્રદય માણે સર્વોત્તમ શ્વાસ, હાશ
એકાકીકરણમાં સઘળું દિવ્યાધાર 

ઊર્ધ્વતિઊર્ધ્વ  જાણે અગણ્ય ચડાણ
હદ પશ્યાત અધિકાંશ દિવ્યપ્રદાન
દેહી શ્વસિત પણ પરમ ખોળે બિરાજમાન

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦



Flower Name: Leonotis nepetifolia
Significance: Ascension

Stage by stage one climbs towards the Consciousness.

Wednesday, 1 January 2020

શુભ હો સર્વેને વર્ષ ૨૦૨૦!



ઊજળાં હો દર પ્રારંભ ને પરિણામ
કર્મ - પ્રક્રિયા દિશા પસંદગી ને માર્ગ

નવવર્ષ એટલે એક સૂચક શરૂઆત
આંતરઢંઢોણથી ઉગવવું અહીં પ્રભાત

વિક્રમસંવત કહો કે વર્ષ-તારીખ-વાર
શિસ્તબદ્ધ પ્રગટવી આરંભિકસવાર  

સ્વ ધર્મ-મર્મ-કર્તવ્યની ફળદ્રુપતા કાજ
નિયમનથી રચવા અવિસ્મરણીય કાલ

ઉદ્દેશગ્રસ્ત ને ભરી ભારોભાર પ્રયાસ
ધરી સ્વઉત્થાન ને સમસ્ત ઉત્કર્ષભાવ

નિરાળાં પલટાઈ રહે પછી ધરા-આભ
ને સમષ્ટિ વરસાવતી રહે અઢળક આશીર્વાદ

શુભ હો સર્વેને વર્ષ ૨૦૨૦!

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis 'Splash'
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China
Significance: Manifold Power of the New Creation
The new creation will be rich in possibilities