શું છે આ ઊર્ધ્વ પ્રયાણ?
જાણે સમુદ્ર હિલ્લોળે ભણી આભ
ગગન ને ધરા જાણે એક વાસ
સમગ્ર સળંગ એક આયામ
જુદારો ન સૂઝે, ન જડે ક્યાંય
સમ્મિલીત સમથળ લીસ્સાં સ્થળકાળ
એકમવત્! ન ઘડક ન અવકાશ
સહજ સ્થિતી, સહજતાએ સાધ્ય
હ્રદય માણે સર્વોત્તમ શ્વાસ, હાશ
એકાકીકરણમાં સઘળું દિવ્યાધાર
ઊર્ધ્વતિઊર્ધ્વ ન જાણે અગણ્ય ચડાણ
હદ પશ્યાત અધિકાંશ દિવ્યપ્રદાન
દેહી શ્વસિત પણ પરમ ખોળે બિરાજમાન
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Leonotis nepetifolia
Significance: Ascension
Stage by stage one climbs towards the Consciousness.
No comments:
Post a Comment