સર્વકંઈ પ્રક્રિયામાં
ને પ્રક્રિયા જ પરિણામ
ઊણુંથી ઉત્તમ ને ઉત્તમથી ઉર્ધ્વે ઉદ્દાત
સમગ્ર વણથંભ્યું ને નિરંતર સદા સમાન
શોધ મહીં, ખોજ મથ્યું, સતત ઉત્ક્રાંત
ન થંભવાનું નામ, ન થકાવટનાં આસાર
ન મુલત્વી પણું, ન ક્યાંય પલાયન વાદ
એકધારું મંડાણ! જાણે વહેળો જ બ્રહ્માંડ!
લગાતાર પ્રત્યેક જીવ નિર્જીવ કે સ્થળ કાળ
અહો! આ અવિરત અવર્ણનીય સર્જન અપાર!
ને એમાં અહીં આ નાનેરું શિશુ! શું સમજે કે સભાન...
બક્ષિસ જ હો એહની ને એહની જ દ્રષ્ટિ ઉદાર
ચક્ષુ મહીં વસી, ચક્ષુ ખોલે, જીવે જીવ મહીંથી સંગાથ...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Conifers
Significance: Perpetual Vitality
A vitality that is not affected by external influences.
No comments:
Post a Comment