Sunday, 19 January 2020

અતિમનસની વારસદાર છું...


અહીંથી અડીખમ ભાગીદાર છું
દિવ્યપ્રેમેથી નિર્વિવાદ નિતાંત છું
કૃતજ્ઞતાથી ઝલકતી ભારોભાર છું
સદૈવ ઉઘાડમાં ને ઉઘડતો ઉજાસ છું...

ધરતી પર અદ્વૈતનો જીવંત તાર છું
ઝળહળતી ને નીડર યજમાન છું
કર્તવ્ય જન્મ માણતી મહેમાન છું
એહની જવાબદારીમાં નિર્વિકાર છું...

પદ્મ; પ્રસન્ન, પાણીદાર સદાકાળ છું
સમૃદ્ધિને સમર્પિત શ્રી માત બાળ છું
મૌલિકતાબદ્ધ ને મૌલિક આધાર છું
સૌંદર્ય શ્વેતનો સપ્તરંગી પ્રસાર છું...

ઉદ્ઘાટનોની નિરામય હારમાળ છું
દિવ્યઇષ્ટની બાંહેઘરીમાં જોડાણ છું
શિશુવત્ પ્રજ્વલિત ને એકાકાર છું
અતુલ્ય અતિમનસની વારસદાર છું...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦



Flower Name: Gladiolus Xhortulanus
Garden gladiolus
Significance: Supramentalised Receptivity
The receptivity of tomorrow.

No comments:

Post a Comment