Thursday, 30 January 2020

જિંદગી સાથે મિત્રતા એટલે, ...


જિંદગી સાથે મિત્રતા એટલે, પ્રભુવિદીત ક્રમની માન્યતા
બ્રહ્માંડ વ્યવસ્થામાં પાત્રતા ને પૂર્ણ અમલમાં ધન્યતા

જવલ્લે મળતી ઘનિષ્ઠતા ને જૂજ મેળવે સ્નિગ્ધતા
પહોંચે સંબંધે જ્યારે ભૂલે જાત ને માણે સહજતા

એક માપદંડ જાણે! ઘડે, નિહાળે, સૂચવે મૂલ્ય સંવાદિતા
કેળવાય જણ, શક્તિઓ ને ક્ષમતા સહિત, ભણી ચરમસીમા

પછી, વિકસે સંબંધમાં ગાઢ ગહન ઊંડાણ નિષ્પક્ષતા
ને અન્યોન્ય સાથી, સદા નિષ્ઠ, દરકાર ને ભારોભાર તત્પરતા

અવલંબનોની પરે, પણ પ્રત્યેક પ્રકારની અગત્યતા
પ્રત્યેક રૂપો પ્રત્યે ઉષ્મા સ્નેહ ને યથાયોગ્ય સંવેદનશીલતા

અહો પ્રભો! પછી ક્યાં અકળ વિશ્વ કે અટપટી ગતિશીલતા
સર્વ કંઈ તવ સર્જન ને તવ અકલ્પનિય સર્જનાત્મકતા...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Canna indica
Indian-shot, Queensland, Arrowroot, Achira
Significance: Progressive Friendship with the Divine
As we progress and purify ourselves of our egoism, our friendship with the Divine becomes clearer and more conscious.

No comments:

Post a Comment