ઉર્ધ્વેથી
ઉતરતી ધાર બને ખોરાક
અસ્તિત્વ
સોંસરતી વહી રહે આરપાર
શુભ્ર
ને સુગંધિત
જાણે પોષક
અપાર
ક્રિયાન્વિત આ દેહસ્થ
એહથી જ ધોધમાર
ને શ્વેત મલમલ સમ વાદળી જ પોષાક
એ જ અવતરણ ઓઢાવે
સુરક્ષા ઢાલ
ચૌપાસ
ને બારેમાસ
સુંવાળપ! પણ ધારદાર
અહો શ્રી ખુદ રાખે
અનહદ દરકાર
બેફિકર
આ અહીં
નતમસ્તક બસ! કૃતાર્થ ...
પ્રભો...
જાન્યુઆરી
૨૦૨૦
Flower Name: Thunbergia kirkii
Significance: Opening to Sri Aurobindo’s Force
Sri Aurobindo's help is constant. It is for us to know how to receive it.
No comments:
Post a Comment