Friday, 17 January 2020

એહનું સામ્રાજ્ય ...


સાર્વભૌમત્વક ને સાર્વનિર્ભર
સર્વોપરી ને સર્વઆવલંબિત
સર્વોચ્ચ ને સર્વાંગ તદ્દન તુચ્છ
વસે એહનો શ્વાસવાસ અમૂલ્ય...

સર્વાધુનિક ને પૌરાણિક લુપ્ત
અણુ નાવીન્યે ને કણ વિસ્મૃત
સર્જન નવતર કે નિઃશેષ રદ્
અવિરત એહનું સૃજન અતુલ્ય...

અકળ સૂર્યપ્રભાવ કે તિમિર ભેદ
પ્રકાશ સંસ્કરણ ને અનુકરણ નિર્ભિક
અમલમય નિરુપણ દેદિપ્ય શુદ્ધ
અવતરે એહનું સામ્રાજ્ય પ્રબુદ્ધ...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Lathyrus odoratus
Sweet pea
Significance: Gentleness
Always gracious and loves to please


No comments:

Post a Comment