હતી સદાય તવ કાર્યસૂચિ ને રહેશે હંમેશ
જન્મ, દેહ ને નામાનિધાનથી ફરક ન શ્લેષ
હતી સર્વ વિધી તવ તણી ને વિદીત હંમેશ
કર્તા, કરણ ને કાર્યઅમલથી ફરક ન શ્લેષ
હતી જવાબદારી તુજની ને તવની જ હંમેશ
કાર્ય માધ્યમ, કર્તવ્યભાવથી ફરક ન શ્લેષ
હતો કાર્યક્રમ તુજ ઘડ્યો ને ઘડાતો રહેશે હંમેશ
ભાગીદારી ને હિસ્સેદારથી ફરક ન શ્લેષ
હતું અફર આયોજન ને દર ઘટક તણું હંમેશ
ઘટના, ઘાટ કે વિઘટનથી ફરક ન શ્લેષ
હતી સમગ્ર સમષ્ટિ ને સૃષ્ટિ સમસ્ત હંમેશ
આભારી, બસ! આભારી, ફરક ન શ્લેષથી શ્લેષ...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Hamelia patens
Scarlet bush, Firebush
Significance: Matter under the Supramental Guidance
The condition required for its transformation
No comments:
Post a Comment