Wednesday, 8 January 2020

પછી સત્ય શોધતું આવે...


માનવક્ષમતામાં ક્યાં સત્યનું પારખું
સત્યસ્વરુપ તો સ્તરે સંદર્ભે બદલાતું

વિવિધરુપી છતાં સાતત્ય ઉભારતું
મનમતિનું શું ગજું કે આંકે મૂલવણું

બંધ મર્યાદા ને સીમિત ફરે વલોણું
સાચ સતતત્ત્વનું દૂરદૂર સુધી જોગું

પરે જવું રહે નિમ્ન ઘડતરોથી ને આઘું
તૈયારી હોવી સ્વીકારવા સાવ અણજાણ્યું

ને મુકવું રહ્યું પરમચરણે જે જે કંઈ હેવાયું
મમત્વ, મુદ્દા, મળતર, મુદ્દત તમામને પધરાવતું

પછી સત્ય શોધતું આવે વહેવા તણું ઘણું
શિરોધાર્ય બને ને અવતરણે સ્વયંભૂ જીવાતું...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Tecomaria capensis
Cape honeysuckle
Significance: Power of Truth in Subconscient
It can act only when sincerity is perfect

No comments:

Post a Comment