ઉર્ધ્વ જ કરે ગર્ત નિર્માણ
ઊંચ નીચ ગમન સ્વભાવ
કશુંય નથી અહીં અનાયાસ
કે અચાનક બસ! વિના કાજ
ઉર્ધ્વ જ ઘડે પર્યાપ્ત ઊંડાણ
ઊતરવા જેથી ઊંડે સડસડાટ
એહની જ રમત, એહનાં દાવ
દોડ - પકડ ને સંતાકૂકડી જ જાણ
બસ! સ્વસ્થ સ્થિત થવું મધ્યે ક્યાંક
અવસ્પર્શ્ય ને વિના પ્રત્યાઘાત
જતું આવતું રહે, એ એહનું કામ
જણને શું ! મસ્ત રહેવું, બસ! દિવ્યમય રમમાણ...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Wadelia
Creeping daisy, West Indian creeper
Significance: Detailed Perseverance
One continues the work begun for as long as necessary
No comments:
Post a Comment