બેફિકર થઈ ચાલ...
સર્વ સંમત જ્યાં પ્રભુગતિ ને ચાલ
ન વ્યક્તિગત કંઈ ન અહં સ્વાર્થ
બસ! બેફિકર થઈ ચાલ...
ગોઠવતું ચાલશે જે તે, આપોઆપ
ન આકર્ષક ન અવરોધક ક્યાંય
બસ! બેફિકર થઈ ચાલ...
દ્રષ્ટિ પણ શમશે ને દેખશે આલ્હાદ
બૌદ્ધિક ક્ષમતા જાણશે સીમાંત
બસ! બેફિકર થઈ ચાલ...
અપક્ષ બધું ને નિરપેક્ષ નિરાકાર
અવસ્પર્શ્ય ને છતાં ભરપૂર દરકાર
બસ! બેફિકર થઈ ચાલ...
કશુંય અવગત કે અનર્થ કાજ
ન રાહ ન આવકાર અજાણ
બસ! બેફિકર થઈ ચાલ...
સઘળું છે જ પ્રભુ પ્રમાણ
એહની ગોઠવણ, પછી શું નજરઅંદાજ!
બસ! બેફિકર થઈ ચાલ...
બસ! બેફિકર થઈ ચાલ...બેબાક...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower name: Copper Pod, Rusty shield-bearer, Yellow Flamboyant, Yellow poinciana, Yellow flame
Significance: Service
To be at the service of the Divine is the surest way to attain realisation
No comments:
Post a Comment