Friday, 24 January 2020

પાત્ર! ખરું ખરું ...



પાત્ર! ખરું ખરું બની જાણ
રિક્તતા ને પાત્રતા બંને પલડા સમાન

જરૂરી એટલું અવતરણ ઉતાર
ને એટલી પર્યાપ્ત રિક્તતા સાધ

યોગ્ય અમલીકરણ તે તણું  વર્તાવ
ને એટલું જરુરી કૌશલ્ય કેળવાવ

આવતું-જતું ને લચીલાપણું રાખ
જ્યાં જે અનિવાર્ય આગવું થશે આપોઆપ

સ્થિર સમત્વનું અહીં બહોળું યોગદાન
સમતાથી વધી કેળવ સમાનાર્થ, સમભાવ

ઘન પદાર્થ પ્રવાહી જીવ તત્ત્વ છાપ તાપ
સઘળું સમસ્તનું, શાશ્વતીરૂપ, મૂળમુખેથી જાણ

પધરાવ આંટીઘૂંટી ને અગણિત હિસાબ
સરવાળા બાદબાકી ને દર સમજદારી બાદ

ગણિત વિજ્ઞાન ને ઈતિહાસ ભૂગોળ પચ્યાત
જ્યાં થાય સાચસમજ છતી ને આવે પડાવ 

ને આરંભ ખરું જીવન...વ્યવસ્થિત...ઉદ્દાત...

પ્રભો...

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Hibiscus schizopetalus
Japanese hibiscus, Japanese lantern
Significance: Flame
Elegant and triumphant in its ardour 

No comments:

Post a Comment