થયો એકવાર જાગ્રત ચૈત્યપુરુષ
આરંભાય સ્થાપન પ્રક્રિયા તુર્ત
મોખરે રહેવો એ મુખર સંપૂર્ણ
સર્વ સંસાધનો એ થકી જ સ્ફુર્ત
સંચાલન ને નિદર્શનમાં પુખ્ત
ચૈત્યનું સામ્રાજ્ય થવું મજબૂત
તાદાત્મ્ય જેટલું જાગ્રત, શુદ્ધ
કૃપાપ્રમાણ થતું રહે સતત સમૃદ્ધ
મન મતિ પ્રાણ વર્તે પ્રભાવ યુક્ત
ઇન્દ્રિયો સુદ્ધાં થવું સઘળું અભિભૂત
સફર હજી અપૂર્ણ જો ચેતાતંત્ર વિસ્મૃત
દર ચેતા ઠસોઠસ રહેવી દિવ્ય થકી ઝંકૃત
આલસ્ય મેદ તલપ અવલંબન કચાશ ખુદ
અળગાં થવાં મહીંથી...અચેતથી અનાવૃત
આત્મસ્થ જીવનનો પછી આરંભ અચૂક...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Callistephus chinensis
China aster
Significance: Supramentalised Psychic Activity
Luminous, manifold, balanced it meets all needs
No comments:
Post a Comment