સપાટી પર વધતો હિંસક ઉકળાટ
મનોવૃત્તિઓની આપાધાપી ને બબાલ
વહેતા વહેણનો છેલ્લો પ્રવાહ
સફાઈમાં ઉલેચાતો જાણે મંદવાડ
ઘર કરી ગયેલો થતો શુદ્ધ સાફ
ફિકર નહીં, કુદરતે હાથ લીધી નાડ
અંત હંમેશ લાવે ઉત્તમ શરૂઆત,
શુભ નવીન સર્જન ને નવ નિર્માણ
કાજે ખેંચી ખંખેરવો રહે જૂનો વળગાડ
સર્વકંઈ વહેતું, સમસ્તનું સામ્રાજ્ય 
સમસ્ત જ સર્જે સમસ્ત આમ-તેમ જરાક
ને પછી રમ્યા કરે સર્જન - સુધાર
હે મનુષ્ય! તું ક્યાં આવ્યો આમાં ક્યાંય?
લાગેલો રહે કર્તવ્યમાં જડબેસલાક 
વિશ્વ જીવશે વિશ્વગતિએ...ને એ જ ચાલતું રહ્યું સદાકાળ...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Platycodon grandiflorus
Balloon flower, Chinese bellflower  
Significance: Unostentatious Certitude
It does not attract attention or try to convince anyone


No comments:
Post a Comment