અસત્ય ભલે હોય સત્યની જ પેદાશ
સમસ્તને કાજ ને પ્રતિ સમસ્ત ઉદ્ધાર
અળગા રહેવું જરૂરી ભલે બનો સભાન...
કર્તવ્ય આ પણ, ને કર્તવ્યનો જ હિસ્સો માન
સમજ વલણ અમલ ગ્રહણ બધે લાગુ જાણ
ક્યાંયથી ન પેસવું, ક્યાંયના ન ખુલ્લાં દ્વાર...
મતિ મથે આમતેમ, સાશંક કારણો આવ-જા
ગઠન થકી મજબૂતીથી નાબૂદ થવો વાર્તાલાપ
ધરી કાબુ સંગઠનમાં, રોકવો રહે એ પગપેસાર ...
આદતો પધરાવી ચિત્ત મહીં, રોકવો ચેતાવિલાસ
ક્ષમતા ચેતાથી, ચેતાતંત્ર પોતે જ હજી અજાણ
સાયુજ્યમય જીવની થકી એને, એની જ સાચી ઓળખ આપ...
સત્યગયાન...સત્યશોધ...સત્યજીવંત...આ સફર અમર્યાદ...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Dahlia
Significance: Nobility
The incapacity for any pettiness of feeling or action.
No comments:
Post a Comment