આદતની આદતથી ખુદને બચાવ
સરેઆમ જાહેરાતોને અટકાવ
અંદર બેઠું કંઈક પ્રચાર હેવાયું,જાણ
કશુંક ગર્વ થી જતાવવા હંમેશ તત્પર, પિછાણ
ટેવોમાં અધિકાર જુવે એ માનસિકતા, પધરાવ
આંતરવ્યવસ્થામાંની એ છૂપી ઉણપ, સુધાર
સર્વાંગી વિકાસ માટે એ બાધ, સમજ પામ
આદત કાયમી બને એ પહેલાં જ પકડી પાડ
ટેવાઈ જવા કરતાં પસંદગી સુધી રાખ
સમયાંતરે પસંદને નાપસંદમાં ખપાવ
આંતરિક નિર્ભરતાનું
વાતાવરણ ઉઘાડ
સાવ ભૌતિક અવલંબનો! ખરેખર? શાને? શું કામ?
પ્રશ્ન તો પૂછ! જવાબ તો શોધ...આપોઆપ ખરશે ગાંઠ...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Gliricidia sepium
Madre de cacao, Nicaraguan cocoa-shade
Significance: Refinement of Habits
Orderly, clean and well organised
No comments:
Post a Comment