જિહ્વાએ સળવળે એ શબ્દો ને અવાજ
સરકી રહે અભિવ્યક્તિ બની અગાધ
ઉર્ધ્વનું જ ને ઉર્ધ્વેથી જ એ ઊંડું સંધાન
વિસ્તરતું રહે જ્યાં જ્યાં ગ્રાહ્ય સમાણ...
કશુંક જરુર, શક્તિ જ જાણે સાક્ષાત્
ન મતિ ખોળી શકે એ ન મન સામાન્ય
ન ક્ષમતા એટલી જે ઘડી શકે આમ
મનુષ્ય પરિઘમાં ક્યાં આ આયામ...
મૌલિકતાનો પહોંચવો રહે વાસ
ખુદની હદ પછી શરુ થતો વિસ્તાર
જાત મૂકી કરવું રહે આત્મન જોડાણ
આત્મા જ મૂળ ને સંસ્થાપિત મૂળાધાર...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Leucanthemum X superbum
Shasta daisy
Significance: Creative Word
Belongs only to the Divine.
No comments:
Post a Comment