Wednesday, 29 January 2020

‘સાવિત્રી’


ન મતિમનાર્થમાં સમજી જાણ
કે શબ્દાર્થમાં તાણીને બાંધ
‘સાવિત્રી’ તો વાક ધોધ પ્રવાહ
અંતરથી અનુભૂતિમાં માણ...

ન બૌદ્ધિક માપદંડમાં જાણ
કે સાહિત્યની ઘરેડમાં તપાસ
‘સાવિત્રી’ તો દિવ્ય અખંડ ધાર
ભીતરે શુદ્ધિમાં અનુભવી પિછાણ...

ન વ્યવહારમાં વાપરવા છાક
કે ઊંચનીચમાં મૂલવવા ક્યાસ
‘સાવિત્રી’ તો પાવક સ્ત્રોત ધામ
સેવનથી મેળવ શાતા અજાણ...

ન એક-બે પંક્તિમાં પતાવ
કે ફક્ત મનગમતાં અર્થમાં પધરાવ
‘સાવિત્રી’ તો પરમ ઉદ્દગાર
અવિરત પોષક માર્ગ ઉદ્દાત...

અહો મહર્ષિ! તવ અનન્ય યોગદાન
માફી બક્ષજો જે જે સર્વ અભાન...

નતમસ્તક ‘મોરલી’! 

જાન્યુઆરી ૨૦૨૦


Flower Name: Rondeletia odorata
Significance: Mahasaraswati’s Perfection in Works
It is not satisfied with makeshift.

No comments:

Post a Comment