શાંતિનું કોઈ ખાસ એક સ્થાન નથી
કે ફક્ત પહોંચવાથી એ સ્થપાય મહીં
પદાર્પણ પશ્ચાત્ જ માર્ગ ભેદી
ઊતારવી રહે સમગ્ર અસ્તિત્વ મહીં
ઉર્ધ્વેનું ચડાણ સહેલું કૃપા થકી
પણ ચડ્યા એટલે ન સમાતું મહીં
ઉતરતી વિસ્તરતી શાંતિ ઘડી ઘડી
મોકળાશ મળતી રહે જેટલી ભીતર મહીં
હોય છે સર્વત્રે આવરતી ઓઢતી
આભારી આવકાર એટલી સ્થપાતી મહીં
સ્વયંભૂ પછી તો, લેતી વસવાટ કાયમી
નિષ્ઠામય અન્યોન્ય નિર્ભર વ્યવસ્થા મહીં
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Pavetta indica
Significance: Radiating Peace in the Cells
A happy contagion
No comments:
Post a Comment