Sunday, 26 April 2020

ભીતરમાં બેઠાં ...


જિંદગી પ્રતિનું ધ્યાન જ મૂકી દે અંદર ક્યાંક
પ્રત્યેક પરિસ્થિતિમાં હઠ ધરી પકડી રાખ

સંજોગ ગમેતે! અંત:સ્થિતિને દે પ્રાધાન્ય
અંદર જ શોધ અનુકૂળ માંગતો જવાબ

અહીં-તહીં આ-તે... માં ન ખોળવો પર્યાય
વળગી રહેવું “મળશે અંદરથી જ ઉપાય”

જકડીને જડી દેવું કે “ખુદનો ખુદ ઉપચાર
ભીતરમાં બેઠાં છે કંઈક અલાયદાં માર્ગ,

બસ! ઊંડે ઉતરી તપાસવાની જ વાર
ને છતું થશે અલભ્ય જ્યાં સઘળું આસાન

આંતરવિશ્વમાં ગજબની ગૂઢ ઠોસ તાકાત
વૈશ્વિક વર્તુળોમાંથી જગવી ખડા કરે નવ નિર્માણ...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Tradescantia zebrina Zebrina pendula
Wandering Jew, Inch plant
Significance: Quite Strength in the Vital
Does not like to attract attention.

Saturday, 25 April 2020

અસ્તિત્વ સત્ વિશાળ ...


ભીતરે વસે અસ્તિત્વ સત્ વિશાળ
પરે સ્થૂળ સુક્ષ્મ મનમતિ દેહ પ્રાણ

અહો! અતિ દેદીપ્યમાન જાજરમાન
અનંતોથી અસંખ્યોમાં બિરાજમાન

સ્થાયી અટલ અવિચલિત વસવાટ
સક્રિય ભાગીદાર, સાક્ષી ને સમ્રાટ

નિહાળતો સીંચતો પોષતો ગતિમાન
વિશ્વરૂપ જાણે, પ્રસરેલ! અહો મહાન!

આલિંગને રક્ષતો સર્વે ભાન કે અભાન
રૂપ અરૂપ સંદિગ્ધ સતર્ક કે વિદ્યાવાન...

વંદન વંદન પ્રભો...તવ સ્વરૂપ અકળ અમાપ...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Lupinus
Garden lupine, Lupine
Significance: Stages to the Supreme
We will go through as many stages as necessary, but we will arrive. 

Friday, 24 April 2020

અંતરની ઓળખ ...!


આંતરિક અંતરને ઓગાળ
નિકટતા ને દૂરી બંને ખર્ચાળ

ઉર્જાનો ભરીભરીને કરે ઉપાડ
અંતરની ઓળખને સમજી જાણ

બંને ખેંચતા વલણો ને પડાવ
માંગતા સમય, મનોસ્થિતિ ને ભાવ

સંબંધોમાં સ્થિતિસ્થાપકતા ને વહાવ
જરુરી લચીલાપણું ને ન આત્યંતિક સ્થાન

પછી હોય સજીવ નિર્જીવ સ્થળ કાળ
કશુંય ન ગ્રસતું કે ટકતું રહે આંતરે વાસ

પક્ષ ભેદ ભાગ પરિઘ પ્રકાર આકાર
બધા સમજને દેતાં ગુણાકાર ભાગાકાર

એ વાડા પાસા તો બિનજરુરી નિર્માણ
ભૌતિક મહત્ત્વ, આંતરિકને ન દરકાર

અંતરે અંતર પ્રતિ રહેવું સ્વચ્છ સાફ
વહેતાં વહેણમય અવતરણ પરત્વે નિષ્ઠાવાન...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Ipomoea cairica
Railway creeper
Significance: Detachment from all that is not the Divine
A single occupation, a single aim, a single joy-the Divine.

Thursday, 23 April 2020

ભયને ભયભીત કર ...



ભયથી ગમગીન થયાં વગર ભયને ભયભીત કર
બુદ્ધિથી વિચ્છેદ કરી ભયની તીવ્રતાનો કરવો વધ

વિભાગ વિશ્લેષ્મને કાર્યાંન્વિત કર રાખી અગ્ર
સર્વપ્રથમ તો ભયનો ચહેરો ખોળી નવેસરથી ઓળખ

ક્યાંક ઊંડે ભૂતકાળની કોઈ કડી સાથે મળશે સગપણ
હશે એ કોઈ પ્રસંગની યાદ, સંવાદ, છાપ મનપટ પર

ભલે માનસિક, પણ જાણે, હાથથી ચૂંટી કર અલગ
ને જડી દે એનું સ્થાન કાયમી કોઈ કૂડાદાની મધ્યે તદ્દન 

બે-ત્રણવાર આવે ફરી ફરી તો એ જ વિધીથી વરત
સાક્ષી તટસ્થભાવે બહારથી આવતા વટેમાર્ગુ તરીકે નીરખ

ભાવ શમી જશે ત્યાં જ જ્યાં ન કોઈ આવકાર કે અસર
મનબુદ્ધિથી ઘડવું આંતરિક તંત્ર સાબદું ને રક્ષિતકવચ

આ થયું એક સ્તરનું નિરૂપણ...
સ્થૂળનું સુક્ષ્મ પ્રબંધક...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Amaranthus caudatus
Love-lies-bleeding, Velvet flower, Tassel flower
Significance: Fearlessness in Action
Manifold, unfettered and fearless.

Wednesday, 22 April 2020

એમ એકત્રિત રહેવું ...


ન સ્પંદન ન વિચાર
ન એષણા ન ઉદ્-ગાર
એમ એકત્રિત રહેવું એકધાર

ન ઉપસવી છાપ ન ધ્યાન બહાર
ન સંવાદ આંતરિક કે બાહ્ય
એમ એકત્રિત રહેવું એકધાર

ન ભ્રમણોમાં ન ભ્રમણાં આધાર
ન થોપતું ન પ્રયત્ન ભાન
એમ એકત્રિત રહેવું એકધાર

ન મૌનમાં ઊમટતાં આકાર
ન માંગણીઓમય ભમતાં ભૂતકાળ
એમ એકત્રિત રહેવું એકધાર

ન પીડા પ્રભાવ ન ઉચાટ
ન લાગણી ધોધ ન વિચલિત ગાંઠ
એમ એકત્રિત રહેવું એકધાર

ન શરીર અશાંત ન ઉગ્રભાવ
ન ચંચળ ચિત્ત ન ઈચ્છતું ભાવિમાર્ગ
એમ એકત્રિત રહેવું એકધાર

એક સમયમાં એકસાથ
એકાગ્રતા દેતી અદ્-ભૂત પાઠ
અસ્તિત્વને મળે ઉર્જા સ્વાસ્થ્ય સૌગાદ 

એકત્રિત રહેવું એકધાર...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Euphorbia milii
Crown of thorns, Christ thorn
Significance: Concentration
Does not aim an effect, but simple and persistent.

Tuesday, 21 April 2020

ન રહેવું ... બની યાદ ...


સ્વપ્નો જ્યારે મનસપટ પર છોડે છાપ
અર્પણ કરવાં રહે વિના એકપણ વિગત બાકાત

એ પ્રવેશ્યાં હોય છે જીવવાં ધરતીકાળ
એક પ્રકારનો ગણવો એ બિનજરુરી પગપેંસાર

ઓગાળવાં રહે એ ધટનાક્રમ ક્રમવાર
જે કંઈ ઉપસે એ લગતું, સોંપવું વિના મમળાવ

ગમતું ન ગમતું ભયાવહ કે કોઈ તાર
જે કોઈપણ પ્રદેશનું, ન રહેવું દેહમાં બની યાદ

એ છોડે જે તે અસરો બની જીવન સાચ
ગૂઢ સ્તર પરનાં પ્રભાવો રોકવાં રહે, અર્પણ પર્યાપ્ત

માનવમન કરે એકત્રિત ઘણું ઘણું બેબુનિયાદ
ન અવગણવું, ન જમા થવું, એ વિપરીત વૃદ્ધિ વિકાસ

પ્રભો...રક્ષક ને કરતો જરુરી ઓગાળ...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Aloe vera
Barbados aloe, Curacao aloe, Medicinal aloe
Significance: Dreams
One can learn much by observing one’s dreams.

Monday, 20 April 2020

ઓળખ-ઇતિહાસ હજી બાકી ...


કણનો ઓળખ-ઇતિહાસ હજી બાકી
વિજ્ઞાન નથી પહોંચ્યું ત્યાં સુધી

મનબુધ્ધિએ શોધ્યું  મૂળ જાણી 
કે વૃક્ષમાંથી વૃક્ષ જ થાતું અંકુરિત

હજી એક સ્તર વધુ ગહન ભણી
જયાં વિજ્ઞાનને પહોંચવું બનશે કઠિન

શોધવું રહેશે ચેતનાથી અનુભવી
ફક્ત મતિજ્ઞાન છે એ માટે મર્યાદિત

ચૈતન્ય અવતરણ જે શકશે ઝીલી
પુરસ્કૃત થશે એ શોધથી એ વૈજ્ઞાનિક

એ વ્યક્તિ વિશેષનો જન્મ જ લક્ષનિર્મિત
એ શોધ દેશે જગને નવદ્રષ્ટિ ને સર્જન વૃષ્ટિ...

ભલું થજો એ જીવનું...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Sanchezia speciosa
Significance: Foresight
A perception that is under the Divine Influence.

Sunday, 19 April 2020

રખેને ... એક પણ ...!


અનુભૂતિઓ વિવિધ પ્રકાર
ભાવ દર્શન પ્રદર્શન કહેણ જ્ઞાન
પણ રખેને અટકી એક પણ માણ!

એ દેતી સંકેત પરત્વે જે તે પ્રવાસ
સ્તર સ્ત્રોત અવસ્થા થકીનો પ્રભાવ
પણ રખેને અટકી એક પણમાં તણાવ!

અઢળક ને અનેકોની જા-આવ
માનીને ચાલ એ નિયમ, એ એનું કામ
પણ રખેને અટકી એક પણને મહત્વ આપ!

વંદનીય જરુર, ને પ્રત્યેક ઉચ્ચ પ્રમાણ
અભિભૂત કરી મૂકે મન મતિ દેહ ને પ્રાણ
પણ રખેને અટકી એક પણને દે દિવ્યનું સ્થાન!

અલગ ન રહેવી કે ન અનુભવ પર્યાય
જ્યારે શમે અનુભૂતિ ને અસ્તિત્વનો અલગાવ
ત્યારે જાણજે જીવન ને દિવ્યતા જીવંત આચરવા પ્રભુકાર્ય...

પ્રભો... 

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Power of Effort (Effort of Auroville)
Efforts well-directed break down all obstacles.

Saturday, 18 April 2020

વરસે ભવાટવી પર્યન્ત ...



શુદ્ધિ પશ્યાત પઘારતી પ્રસિદ્ધિ સમૃદ્ધિ અલગ ને ઉત્કૃષ્ટ
મહાશક્તિ પોતે ધરે સાક્ષાત્ વરસે ભવાટવી પર્યન્ત અતુલ

ધરે રૂપ જે જે કાળે જે તે ગતિએ, ભૂમિ અર્થે સુપથે જરુર
જે આત્મા એ ધારણ કરી શકે, સશક્ત ને કેળવણીપૂર્ત

ગતિ આત્માની ને સકળ ઉત્કર્ષ કાજે મળે સુમેળ યુક્ત
તે ક્ષણેથી શ્રી અદિતિ વસી રહે એ ઉરે સંનિધિ જાગૃત

બહુગામી પડાવ ઓળંગે જીવ જ્યારે પ્રવેશે શુદ્ધિ સુકૃત 
મહેશ્વરી શ્વસે નરી. માનવીય એષણા, આવશ્યકતા નિર્મૂળ

શુદ્ધિ ખોલી રાખે ઉર્ધ્વગામી શુદ્ધ બારી અફાટ મજબૂત
નીતનવીન અનંતગણું વરસી રહે સ્થૂળ કે સુક્ષ્મને અનુકૂળ

અહો દિવ્યતા...વંદન વંદન તવ વિધી અદ્-ભૂત!

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Dendranthema Xgrandiflorum 
Chrysanthemum Xmorifolium
Florists' chrysanthemum
Significance: Purified Dynamic Life Energy
Superb, indomitable, all-powerful in its purity.

Friday, 17 April 2020

વેષ વિના સાર...!


સમતામાં ન વરતાતો ઉચાટ
બહારી કવચે દેખાય અલગાવ
પરિસ્થિતિનો ન ખળભળાટ
પણ ભીતર હજીયે અશાંત...

ફક્ત અભિવ્યક્તિમાંથી બાકાત
ન પ્રતિભાવ ન પ્રત્યાઘાત કે ભાવ
એટલે જરુરી નહીં સર્વ ભાગીદાર
અંતરે હજીયે અવ્યક્ત ઉકળાટ...

બૂમાબૂમ ને વણબોલાયેલા ઉદ્-ગાર
મનસપટલ પર અથડાતાં વાર્તાલાપ
ફક્ત નથી નીકળ્યાં બની ઉચ્ચાર
એ કહેવાય સમતાનો વેષ વિના સાર...

ખરી સમતા આવે શ્રદ્ધાથી અગાઢ
મનમતિ ચેતાતંત્રને કરે વશ ને શાંત
જરાક ડગાવતી બહારી અસરને તમામ
ઓગાળી, કરે ધરપત ને ભીતર રાખે બેબાક...

શ્રદ્ધાને વિકસાવો અંતરે ને બાહ્ય બનશે વિના કચવાટ...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦




Flower Name: Carlina acaulis
Carline thistle
Significance: Incorruptible Faithfulness
Nothing can turn you from the duty you have chosen.

Thursday, 16 April 2020

પણ અતિમનસ સુધી ...?



વિજ્ઞાન મનોવિજ્ઞાન તત્ત્વજ્ઞાન
પરિઘ કે વાડામાં વધી શકે
પણ અતિમનસ સુધી ન પહોંચી શકે

હઠ રાજ કે ભક્તિયોગ
જે તે ચક્રને ખોલી શકે
પણ અતિમનસ સુધી ન ખુલી શકે

જાગૃત થયેલ સુષુપ્ત પ્રાણ મન
સિદ્ધિ જગવી ધરી શકે
પણ અતિમનસ પર્યાપ્ત શક્તિ ન ધરી શકે

ફક્ત ચૈત્યે ખુલ્યો આધાર 
અડગ અર્પણ થકી ગ્રહી રહે
ને અતિમનસને યોગ્ય રિક્ત આધાર બની શકે

માનવ મન પ્રયત્નની પેલે પાર
પ્રાણશુધ્ધિ પશ્યાત સમર્પણે 
પૂર્ણયોગ સાક્ષાત્ અતિમનસ અવતરણ રોપી શકે...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Scadoxus multiflorus 
Haemanthns multiflorus
Blood lily, Football lily
Significance: Supramental Manifestation
It will be welcome.

Wednesday, 15 April 2020

જિજ્ઞાસા ...


જિજ્ઞાસાની પણ એક મર્યાદા
કરી શકે ફક્ત માહિતીનાં ઢગલાં
બહુ થાય તો વહેંચે ભરી સભા

પણ જ્ઞાનમાં ત્યારે જ પલટાય
જો ઉતારે જીવનક્રમમાં બનાવી વર્તાવ
ને અનુસરે અક્ષરસહ જે જે લખાણ!

એક બીજો પર્યાય જે ઉતારે સક્રિયતા
જે આગળ વધી સેવે અભીપ્સા
જે થકી આખું અસ્તિત્વ બને કર્તા

અમલમાં ભળે વિચાર વાણી જ્ઞાન
સમન્વયમાં સહુ ભાગો વિના ભેદભાવ
ને સાયુજ્ય પણ જોડાય જ્યાં સંવાદિત એકધાર...

પ્રભો...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Holmskioldia sanguinea
Cup and saucer plant, Mandarins-hat, Chinese- hat plant, Parasol flower
Significance: Curiosity
If we want to be exceptional, let it be through our qualities.

Tuesday, 14 April 2020

આરોહણ-અવતરણ ...

 

આરોહણ-અવતરણ જ્યારે સહજસ્થિતિ
અસ્તિત્વ મહીંથી બાહ્યે વર્તુળાકાર ગતિ

મસ્તિષ્કથી પાદ સુધી અવતરણ વિધી
ને ત્યાંથી વળતી પાછી ઉર્ધ્વે અર્પણ થકી

વળી પાછી અવતરતી તાજી શુદ્ધિ જરુરી
ને ભરી દેતી અસ્તિત્વ સમસ્ત ને ફરી વળી

તત્ત્વ આલિંગતી ગોળાકારે અવિરત વહેતી 
અસ્તિત્વ ભેદી વરતાતી વર્તુળાકાર શક્તિ

સામાન્ય જાણે, સ્વયંભૂ સ્વચાલિત સ્થાયી
ભીતરે સઘળું તન્મય તદ્રુપ આજન્મા કૃતજ્ઞી

ભીતરેથી ચૈતન્ય નીરખે ગુહ્ય ગહન ગતિરીતિ
ને માણે સુક્ષ્મ-સ્થૂળ-સુક્ષ્મ-સ્થૂળ ચક્રાકાર પ્રવૃત્તિ...

અહો પ્રભો! સર્વકંઈ તવ આભારી...

એપ્રિલ ૨૦૨૦


Flower Name: Hibiscus mutabilis
Cotton rose, Confederate rose mallow
Significance: The Divine Grace
Thy goodness is infinite, we bow before Thee in gratitude.