સત્યનાં સાતત્ય અંગે...
માનવ માપદંડ પર્યાપ્ત શું?
મર્યાદિત મનથી શક્ય શું?
સમાજ સ્વીકાર સૂચક શું?
જ્ઞાન આધાર પ્રમાણ શું?
શિખર સફળતા માપ! શું?
દુન્યવી ઘટમાળ! પૂર્ણ શું?
અન્ય 'હામી' પ્રતિપાદિત શું?
ધર્મ, વિચારધારા આધાર શું?
ભેદભાવી મર્મવાદ શું?
વ્યક્તિગત અલગવાદ શું?
સાતત્યની પરિભાષા શું?
સત્યને હોય અવધિ, અર્ધાધાર શું?
માનવજગતમાં પ્રવેશ્યા પછી સત્યની પોતાનાં જ તત્ત્વ સાથે લડાઈ છે.
સાતત્યની સતતાને પડકાર છે...
સાતત્યની સતતાને પડકાર છે...
એનાં માપદંડ હોવાં,
પરખનાં પાસાં હોવાં,
કસોટીનાં માંચડે ચકાસવાં...
અને અંતે નિદાન સત્યથી અજાણ પક્ષપાતી મનોવલણથી થવું...
આજે આ પરિપેક્ષની મંજૂરી તો કાલે બીજાં?
બધું જ સત્ય જ છે તો પરિપેક્ષો અને બાજુઓ કેમ છે?
કશુંક એવું ન હોય જે છે તેમ જ તેને સ્વીકારાય અને કોઈ પૃષ્ઠભૂમિનાં સંદર્ભમાં નહીં.
રંગે - રૂપનાં બદલાવ હોઈ શકે છતાં સતતા હોય...
નિરંતરતામાં અટકાવ ન હોય!
નિરંતરતામાં અટકાવ ન હોય!
સત્ય, સૌંદર્ય, આનંદ... એ સર્વ દિવ્ય તત્ત્વો છે એનાં સાતત્યને પક્ષમાં મૂકીએ તો મનુષ્ય, બ્રહ્માંડ અને એ બંને સાથે સંકળાયેલ દર જોડાણને પ્રશ્નમાં મૂક્યો કહેવાય...
કોઈ વાન કે વાઘા વગર...
અસ્તિત્વનાં અસ્તિત્વને અનુલક્ષીને...સન્માનીને...માનીને...!
સાચું સાચું ને ખરું ખરું...બસ!
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૭
Flower Name: Acalypha wilkesiana
Jacob’s coat, Fire dragon
Significance: Material ContinuityJacob’s coat, Fire dragon
Powerful, enduring, solid
No comments:
Post a Comment