Friday, 15 June 2018

શ્વાસે ધબકારે બોલો ...


હર પળ પર્વને ઊદગારે બોલો 
મા...મા...મા...મા...
પ્રીતિ પ્રાણને આષ્લેશે બોલો
મા...મા...મા...મા...
હેતાળ સ્વરને સથવારે બોલો
મા...મા...મા...મા...
ઉદગમ ઝરતા ચૈત્યે બોલો
મા...મા...મા...મા...
મધુર અંકુરિત સમર્પણે બોલો
મા...મા...મા...મા...
સત વાકને સત્કારે બોલો
મા...મા...મા...મા...
નીરવ નીપજયાં માંચડે બોલો
મા...મા...મા...મા...
સ્વરૂપે શ્વાસે ધબકારે બોલો
મા...મા...મા...મા...

પ્રણામ મા...


પૂર્ણયોગે અભીપ્સાને સબળ માધ્યમ બનાવી છે જેનાં દ્વારા પંથદર્શી આયામોને સ્પર્શી શકાય.

સ્મરણ પણ રટણથી અજપાજપની સફર ધરે છે. નર્યા માનસિક કે બૌદ્ધિક પ્રયત્નોથી લઈને હ્રદયે ઉદભવતાં અનાયાસી સ્ફૂરણો સુધીનાં સ્તરો વટાવી શકે છે.

ભક્ત સાધકનાં પક્ષમાં મા-પ્રભુએ અભીપ્સાની સીડી મૂકી દીધી હોય છે. એ પણ તો સ્ફૂરણા રૂપે પ્રગટી શકે છે. 

હાથમાં ક્યાં કશું હોય જ છે? 

સ્વયંપ્રેરિત સ્વયંભૂ સ્વમાર્ગી...!

અહીં એ 'સ્વયં' કે 'સ્વ' ક્યાં મનુષ્ય પણ હોય છે?
એ તો ભીતરનિવાસીની વાત બની રહે છે.
પછી તો પ્રત્યેક પ્રભુઘડી ...

આભાર...

'મોરલી' 
જૂન, ૨૦૧૮
It is by the constant remembrance that the being is prepared for the full opening. By the opening of the heart the Mother's presence begins to be felt and, by the opening to her Power above, the Force of the higher consciousness comes down into the body and works there to change the whole nature. SA


Flower Name: Lonicera japonica
Japanese honeysuckle, Gold and silver flower
Significance: Constant remembrance of the Divine
Spontaneous and joyful. The ideal condition.

No comments:

Post a Comment