મનતળિયે બેઠો ચોકીદાર
સાશંક, બેચેન, ખબરદાર,
સતત વણમાગ્યો જોડીદાર
શાને જરૂરી એવો પહેરેદાર?
ઊપજાવતો રટ લગાતાર
'આ-તે', 'આમ-કેમ' અણસાર
ક્ષણે ક્ષણની લાંબી હાર
શાને જરૂરી એવો શોર અવાજ?
પછી જોડે પુરાવાનો કારભાર
સાચા ખોટાનાં પેચીદા હિસાબ
મન દેતું મનને ગમતો જવાબ
શાને જરૂરી મનઘડંત પ્રમાણ?
હા, જરૂર, મન અગત્યનો ભાગ
ભજવી શકે એકલવ્યનો કીરદાર
ભજવી શકે એકલવ્યનો કીરદાર
ચૈત્ય મઠારે ને માગે તો તત્કાલ
બની રહે નિષ્ઠ, કર્મઠ સાથીદાર.
આભાર...
'મોરલી'
જૂન, ૨૦૧૮
The "Mind" in the ordinary use of the word covers indiscriminately the whole consciousness, for man is a mental being and mentalises everything; but in the language of this yoga the words "mind" and "mental" are used to connote specially the part of the nature which has to do with cognition and intelligence, with ideas, with mental or thought perceptions, the reactions of thought to things, with the truly mental movements and formations, mental vision and will, etc., that are part of his intelligence. SA
Flower Name: Tabernaemontana divaricataCrape jasmine, Crape gardenia, Pinwheel flower, East Indian rosebay
Significance: Mental Purity
A mirror that does not distort.
No comments:
Post a Comment