Friday, 8 June 2018

"હવે થઈને રહું ...


અખંડ નેમ ધરી બેઠી છે પૃથ્વી 
"હવે થઈને રહું સદૈવ શાશ્વતી"

"ન પરિવર્તનશીલ કે રૂપાંતરકારી
પણ રૂપાંતરિત, પરિવર્તીત કાયમી."

"બાહુએ બિરાજીત દર જીવ-અજીવી
પરિપક્વતા પામે, પરમે ચિરંજીવી"

"પ્રકૃતિનાં દર રૂપ, પ્રકાર, પાર્થિવી
એ વૈવિધ્ય અપાર, બની રહે નિરંતરી"

"એ જ ધરે ધરા, જે યોગ્ય મુજ કેરી
અભીપ્સાની બની શકે અભિવ્યક્તિ"

સાંભળે પ્રભુ સ્મિતધરી, મલકી મલકી
લચીલી બની પૃથ્વી આજ, દિવ્યકર્મી...

પ્રભો...પ્રભો...

આભાર...

- મોરલી પંડ્યા 
જૂન, ૨૦૧૮


Flower Name: Mangifera indica
Mango tree
Significance: Nature's Hope for Realisation
Nature knows that one day she will be able to realise.

No comments:

Post a Comment