બ્રહ્મનાદે ઊતરવું રહ્યું કંઠે
સર્વાંગ વાક શ્રુંખલા રૂપે...
ઉદ્ધાર ઉચ્ચાર ઉદ્દેશ્ય વચને
મર્મ સમજ અર્થઘટન રૂપે...
ભાષા સંકલન ભાષ્ય માર્ગે
અક્ષર શબ્દ વાક્ય વાત રૂપે...
અભિવ્યક્ત આરોહ અવરોહે
સુરીલા સચોટ અખંડ સત્ય રૂપે...
ॐકારથી ઉદભવતા તરંગરંગે
અનન્ય સ્વર ને સાતત્ય મૂળે.
ભરી રહો એક એક વિશુદ્ધ મધ્યે
દિવ્યવિષયી વાણી, ખરી ખરી અમલે...
No comments:
Post a Comment