Thursday, 16 August 2018

ચૂકાદો સંભળાવે છે પરમશ્રી ...


જાહેર કરે છે પરિણામો જીંદગી!
જીવી લે તું  બેદરકારી કે કદરથી,
હશે જરૂર છૂપી હામ ને પૂરવણી
ફળ મીઠાં-ખાટાં, મુજબ દિશાભાવિ.

પ્રકૃતિની હોય છે બધી આંટાઘૂંટી
ચૂંટ્યું પાસું ઘડે છે આગામી ગતિ.
અનુરૂપ સંજોગ ને ઘડતર વ્યાજબી 
ચક્કર પૂરું કરાવા આવે છે હરતીફરતી...

અંતરમાં ભાવ ઝૂકાવ ભક્તિ ભણી, 
કર્તવ્યનિષ્ઠ વલણ સદા લક્ષ પ્રતિ
તો પછી ચૂકાદો સંભળાવે છે પરમશ્રી
"જીંદગી, ખબરદાર! એ છે મુજને સમર્પિત."

વાહ પ્રભુ...તારી જ દોરવણી!


પ્રકૃતિની એક અટપટી રીત જરૂર છે પણ તેના કરતાંય બળવત્તર અને મહત્વનો પ્રભાવ છે પુરુષવત જીવન એટલે કે આત્મા સંચાલિત...

એની અસરમાં જીવાતું જીવન હંમેશાં લક્ષમાં જકડાયેલું હોય છે. ઉંચનીચ, અગલબગલ બહુ બેધ્યાન નથી કરી શકતું.

એ અવસ્થામાં જો પ્રભુ તરફનો ઝોક જોડાય તો અવનવું સર્જી શકે છે. એ પરમ સાથેની સંપર્ક અવસ્થા હોય છે. અને પછી, અરસપરસ પણ હોય છે. જવાબદારી એકબીજાની, બંને પક્ષને સમજાઈ ગઈ હોય છે. એ સાંગોપાંગની દુનિયા હોય છે. પક્ષો વચનબદ્ધ હોય છે.

પ્રકૃતિની સંગત અસરોથી બિલકુલ વિપરીત પણ સંવર્ધક અવસ્થા...વૃદ્ધિમય વૃત્તિ વલણ નિશ્ચિત! 

આભારી...

'મોરલી'
ઓગસ્ટ, ૨૦૧૮


Courage is a sign of the soul's nobility.
But courage must be calm and master of itself, generous and benevolent.
*
In true courage there is no impatience and no rashness.
*
Never mistake rashness for courage, nor indifference for patience.
4 November 1951
*
Vital courage must be controlled to be helpful.
*
A noblest courage is to recognise one's faults.
*
There is no greater courage than that of recognising one's own mistakes.
1 May 1954
*
There is no greater courage than to be always truthful.
31 July 1954
*
Have the courage to be completely frank with the Divine.
*
Whosoever has courage can give courage to others, just as the flame of the candle can light up another.
*
It is quite necessary that those who have courage should have some courage for those who have none.
*
The moral courage and endurance are often much more difficult to get than the material courage and endurance.
22 July 1955



True courage, in its deepest sense, is to be able to face everything, everything in life, from the smallest things to the greatest, from material things to things of the spirit, without a shudder, without physically . . . without the heart beginning to beat faster, without the nerves trembling, without the slightest emotion in any part of the being. Face everything with a constant awareness of the Divine Presence, a total self giving to the Divine, and the whole being unified in this will; then you can go forward in life and face anything whatever. TM


Flower Name: Calotropis gigantea
Mudar, Bowstring hemp, Crown plant
Significance: Courage
Bold, it faces all dangers.

No comments:

Post a Comment