જિંદગીનો સ્વભાવ જિંદગી
એક નહીં તો બીજા મુદ્દે વહી પડે ધસમસતી...
કેટકેટલું વારશો જિંદગી!
એમાં ખજાનો છે મબલખ ને વૈવિધ્ય ભરી...
અટકવાનું ક્યાં કામ જિંદગી!
ધોધમાર ધોધમાર દિનરાત જાણે અનાવૃષ્ટિ...
અસ્ખલિત કેવી જાય જિંદગી!
વાત,વાયુ, વય, વર્ષ, વિશ્લેષણ છત્તે અતિક્રમી...
ન રોકાય ન સમેટાય જિંદગી!
ક્રમ એનો ન પરખાય, લહેર વચાળેથી પરાક્રમી!
આત્મપ્રધાનતામાં કેવી નિખરે જિંદગી!
નતમસ્તક, આજ્ઞાંકિત, રુંવેદાર, રૂહાધાર, રણકતી...
આભાર પ્રભુ...
No comments:
Post a Comment