ખૂબ સંભળાય એ સંવાદો,
જે મૌનમાં ઊચ્ચારાય
બૂમો, ચીસો, ઘોંઘાટ આક્રમક
ને ક્યાં સૌમ્ય, સૂરતાલ!
જોખમી છે એ વલણ, ઝોક
જો વપરાય વારંવાર
કૃત્રિમ કેળવણી ને સદંતર નકલી
એ મૌન મહોરેદાર!
ચેતજો, જાગજો! જો આ રીત
રીતસરની ન અપનાવાય
વિષસમ પ્રસરી રહેશે,
ડંખમય ભીતર ને આડંબર બહાર!
વહેતું કરવું, નહેર શોધી,
ન લેવું ન આપવું આશયકાજ
ખુલ્લા રહી, નિખાલસ વહેવું,
ન શોરબકોર ન વેરભાવ.
અંતર - સમર્પિત પ્રમાણિક
નીરવ, શુભભાવમય ધારદાર
ઊગી ઊઠશે સહસા ત્વરિત,
ઊંડે શ્વસતો ધ્વનિ વાક...
ને આરંભાય નવી શરૂઆત...
જય હો...પ્રભુ!
'મોરલી'
સપ્ટેમ્બર, ૨૦૧૮
Flower Name: Mirabilis jalapa
Marvel of Peru, Four-o'clock, False jalap, Beauty of the night
Significance:Marvel of Peru, Four-o'clock, False jalap, Beauty of the night
Solace in the Mind
A silent peace.
No comments:
Post a Comment