આ ક્ષણ પૂર્વેની દર બને છે ભૂતકાળ
સળગાવતો! કરે ભસ્મીભૂત આજ!
સારું કે નરસું કે પછી માણ - રમખાણ
પ્રત્યેક, જરા વાગોળ્યું, કરતું રમમાણ.
ખેંચી, ચૂસી ને શોષવા અત્રને તૈયાર
ચેતી જા! એ યાદોનું અદ્રશ્ય કારાગાર.
ખબરદાર ને ખબરી રહે, સ્વાતંત્ર્ય ક્યાં?
'આજ, અહીં, હમણાં' જ અંતઃથી સ્વીકાર.
ગતનાં આવર્તનો પલટે 'આજ'ની કમાલ
વહેતો કરો, વગર ચૂંટ્યે કોઈ ખાસ પ્રકાર.
વર્તમાન પાવરધો, કરે વિગતને બહાર.
સુંદર દમદાર રાહ જુએ બારસાખને પાર.
આભાર પ્રભુ...તવ સર્જન અવિરત...
'મોરલી'
ઓગસ્ટ, ૨૦૧૮
આજમાં ભરપૂર ભરી આજ, જીવી, તો
લાવશે, કાલે આવતી આજ સુમધુર, સમજી લો!
જીવી આજની આજ, ખુશખુશાલ માણી, તો
ગઈ જે કાલે, હતી પૂર્ણ વર્તમાન, લખી લો!
ગઈ-ચાલતી-આવતી, બધી જ આજ માની, તો
હતી-છે-હશે, આજ પછી આજ પછી આજ, હસી લો!
ક્ષણે ક્ષણે બદલાતો સમયસાર, જવા દો, તો
નીતનવી લાવશે સુરીલાં લય-તાલ, સાંભળી લો!
ઘડીમાં રાખી, સંપુર્ણ જાગ્રત, જાત આપી, તો
જતી-આવતી બંન્ને, બનશે સંતોષ ને હાશ, ભરી લો!
ગતિ ને વિભાજન સમય સમયનું કામ, જાણી, તો
અબઘડી જ છે પોતાની ‘મોરલી’ જીવાય એટલું વહી લો!
લાવશે, કાલે આવતી આજ સુમધુર, સમજી લો!
જીવી આજની આજ, ખુશખુશાલ માણી, તો
ગઈ જે કાલે, હતી પૂર્ણ વર્તમાન, લખી લો!
ગઈ-ચાલતી-આવતી, બધી જ આજ માની, તો
હતી-છે-હશે, આજ પછી આજ પછી આજ, હસી લો!
ક્ષણે ક્ષણે બદલાતો સમયસાર, જવા દો, તો
નીતનવી લાવશે સુરીલાં લય-તાલ, સાંભળી લો!
ઘડીમાં રાખી, સંપુર્ણ જાગ્રત, જાત આપી, તો
જતી-આવતી બંન્ને, બનશે સંતોષ ને હાશ, ભરી લો!
ગતિ ને વિભાજન સમય સમયનું કામ, જાણી, તો
અબઘડી જ છે પોતાની ‘મોરલી’ જીવાય એટલું વહી લો!
* મોરલી પંડ્યા
નવેમ્બર ૨૦, ૨૦૧૪
અતીતોને દાટી દો ભીતરની ભૂમિમાં,
સૂક્ષ્મ અત્ર ને ખીલવો આજ ઘડીમાં.
ભોળા શૈશવને ખરવા દો ક્ષમ્ય જિંદગીમાં,
નિર્દોષ યૌવનને રોપો આજ ઘડીમાં.
નિરાશાને ધરબી દો નિયતિની મુસ્તદ્દીમાં,
આશાઓ ઉમટાવો આજ ઘડીમાં.
અંધકાર જામે તો જામવા દો સમયની ગતિમાં,
વાટ જુઓ પહોરની આજ ઘડીમાં.
સૂક્ષ્મ અત્ર ને ખીલવો આજ ઘડીમાં.
ભોળા શૈશવને ખરવા દો ક્ષમ્ય જિંદગીમાં,
નિર્દોષ યૌવનને રોપો આજ ઘડીમાં.
નિરાશાને ધરબી દો નિયતિની મુસ્તદ્દીમાં,
આશાઓ ઉમટાવો આજ ઘડીમાં.
અંધકાર જામે તો જામવા દો સમયની ગતિમાં,
વાટ જુઓ પહોરની આજ ઘડીમાં.
વિગતોને ફૂંકી દો અત્યારની સ્થિતિમાં,
નવા ભાવિને થીજવો આ જ ઘડીમાં.
* મોરલી મુનશી
ઓગસ્ટ ૬, ૧૯૮૭
Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Charm of the New Creation (Charm of Auroville)Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
The New Creation is attractive to all those who want to progress.
No comments:
Post a Comment