Sunday, 19 August 2018

અડીખમ ને ટટાર છું ...


હું જ મારું દ્રષ્ટાંત છું 
જો! અહીં જ, આમ છું 
અડીખમ ને ટટાર છું 

હું જ મારું ધ્યાન છું
એકાગ્રતાનો જવાબ છું
લયસ્તરોનું પ્રમાણ છું

હું જ મારું યોગદાન છું 
ભવાટવીને પડકાર છું 
નીતનવીન ઉદ્દઘાટ છું

હું જ મારું પ્રાવધાન છું 
મૂળસ્ત્રોતનો શ્વાસ છું 
ઉરે ઉગતો ઊજાસ છું

હું જ મારું સુકાન છું 
દિવ્ય દરિયે તૈરાક છું 
સમર્પણે વહેતી નાવ છું

હું જ મારું નિશાન છું 
રૂપાંતર-તીરનું કમાન છું 
નિર્માણ પ્રભુનું ને પ્રભુનો મદાર છું... 

એટલે જ,
અહીં જ, જો આમ! છું 
અડીખમ ને ટટાર છું...

ધન્ય ધન્ય મા-પ્રભુ...

'મોરલી'
ઓગસ્ટ, ૨૦૧૮


Flower Name: Lawsonia inermis
Mignonette tree, Henna
Significance: Energy Turned towards the Divine
The power of realisation offers itself in service to the Divine.

No comments:

Post a Comment