Tuesday, 16 October 2018

જય મા દુર્ગે દુર્ગે ...


દુર્ગે દુર્ગે જય મા દુર્ગે દુર્ગે 
મહિષાસુરમર્દિની દુર્ગે દુર્ગે

ભવાની, કાલી, પાર્વતી દુર્ગ દુર્ગે
સકળ સમસ્ત કારિણી દુર્ગે દુર્ગે

અજર અમર શાશ્વતી દુર્ગે દુર્ગે
સત્ સાધી તારિણી દુર્ગે દુર્ગે

અખંડ માત્ર જણણી દુર્ગે દુર્ગે
સમગ્ર અનંતધારીણી દુર્ગે દુર્ગે

શિવ શ્યામ સમસ્તરી દુર્ગે દુર્ગે
અજેય સિદ્ધ માનિની દુર્ગે દુર્ગે

અષ્ટમી આ આરતી ચરણે દુર્ગે 
અસૂર અંશ વંશ નાશ પરમે દુર્ગે

દુર્ગે દુર્ગે જય મા દુર્ગે દુર્ગે 
તવ જય જયકાર મા દુર્ગે દુર્ગે ...

નતમસ્તક નમન મા!


અષ્ટમી વંદના - ગત વર્ષોનાં અવતરણ..ઓ મા દુર્ગા!

તું વસે ભીતરે સર્વ નર-નાર
જીવની, સંજીવની, સર્જનહાર
સમસ્ત વિશ્વ-બ્રહ્માંડ-સર્વસાર
રક્ષક પથદર્શક પરમપ્રકાશ...

પ્રકૃતિ ધરે દ્વિપક્ષી પ્રમાણ
તેજ-તિમિરમય સમસ્ત પ્રાણ
દર શ્વસને છૂપું શક્ય ડિબાંગ
અહં અંધ મહિસાસુર સમાન...

તવ શક્તિ ઊતરે ધરી સંહાર
પ્રત્યેક નિમ્નનો નિ:શેષ વિનાશ
સમગ્રે દુર્ગારાજ, ધન્ય પ્રભાવ.
અષ્ટમીએ મા! તવ જયજયકાર...

* સપ્ટેમ્બર, ૨૦૧૭


હે દુર્ગે, હે મા, તવ અક્ષત પ્રભાવ જ્યાં,
નિર્મળ, સ્વચ્છ ચિત્ત, ચૈતન્ય ત્યાં ત્યાં.

હે દુર્ગે, હે મા, તવ અખંડ જ્યોત જ્યાં,
સ્ફટિક, પારદર્શી હૈયું ધબકે ત્યાં ત્યાં.

હે દુર્ગે,  હે મા, તવ અમર સૂર્ય જ્યાં,
કેસરી-રાતા કિરણો મતિભર ત્યાં ત્યાં.

હે દુર્ગે,  હે મા, તવ આશ્લેષ ઊનો જ્યાં,
અભિપ્સુ અસ્તિત્વે સ્મરણ ત્યાં ત્યાં.

હે દુર્ગે,  હે મા, તવ કૃપાળુ અનુકંપા જ્યાં,
ભાવ ઠરે,  ભવો તરે, એકએક ત્યાં ત્યાં.

હે દુર્ગે,  હે મા, તવ અમીમય દ્રષ્ટિ જ્યાં,
સપ્તરંગી પદ્મો ખીલે 'મોરલી' ત્યાં ત્યાં.

દુર્ગાષ્ટમી વંદન... મા...
*ઓક્ટોબર, ૨૦૧૬

હે ભગવતી, હે મહેશ્વરી જગતજનની
અષ્ટમી વંદન મા! નવ રૂપી રાત્રી!

સ્વીકારો પૂજન, અર્ચન, ભોગ, આરતી
કંકુ પગલે વસો, દર હૈયે ચિર સ્થાયી!

સ્વીકારો આરત, અંતર્જ્યોત અજવાળી
અખંડ પ્રગટો ભીતર ચૈતન્ય આંગી !

સ્વીકારો સ્તુતિગરબો સર્વરૂપ-ધારી
દર ચિત્ત ઊજળે તવ સૌંદર્યે પરમકારી!

સ્વીકારો સતસુખ ચુંદડીં મહીં આવરી
સમર્પિત આ જીવન સજાવો ઓવારી!

નવ દિન રાત, પળપળ ચરણે સમાવી
શક્તિ વિચરે, ઊર્જિત 'મોરલી' પ્રાર્થી!

*ઓક્ટોબર, ૨૦૧૫

જય હો...પ્રભુ!

સાદર...

'મોરલી'
ઓક્ટોબર, ૨૦૧૮

No comments:

Post a Comment