શાંતિની શાંતિનો જાણકાર આત્મા
સદીઓથી ધરતો રહેતો દેહઅવસ્થા
છતાં આ સર્વોપરી ચૂપચાપ દ્રષ્ટા!
સહેતો સાંસારિક અવયવોની ચેષ્ટા!
વ્યવહારો અટપટા, પેચીદા ઉખાણા!
છતાં એક એક વંચિતનો શુદ્ધિ દાતા.
ક્યાંક જ્ઞાન, અહંનાં ભીંસતાં મણકાં
કે ઇચ્છા, મહત્વાકાંક્ષાની હારમાળા
છતાં ધરી રહે શુભચિંતક નિશ્ચલતા!
ઝંખતો જન્મોથી મુક્તિ પધરામણાં
ખરાં શાંતિસત્આનંદ દર ભવે ધરવાં
છતાં લખે પ્રભુ તરફી નવી ગતિ ગાથા!
વંદુ હું ઓ દેહધારી ધૈર્યવાન આત્મા!
ઉદ્દેશ્ય પ્રતિ અથાગ પ્રયાસો ને નિષ્ઠા
બીરદાવું, આ એક એક પળની સભાનતા...
પ્રણામ પ્રભુ...
'મોરલી'
ઓક્ટોબર, ૨૦૧૮
The true aim of life is to find the Divine's Presence deep within oneself and to surrender to it so that it takes the lead of the life, all the feelings and all the actions of the body. This gives a true and luminous aim to existence. TM
Flower Name: Cattleya
Orchid
Significance: The Aim of Existence is RealisedOrchid
Exists only by and for the Divine.
No comments:
Post a Comment