Tuesday, 2 October 2018

સાક્ષી જન્મે છે ...


"નડતું જે આજ, સરકી જશે રેતસમ, પરમદિ' કે કાલ
ધૈર્યનો પક્ષ સ્વીકાર, ધૈર્યને કહે, "લે, તું જ સંભાળ."

બહુ કુદી કુદીને શાને જતાવવો, તાત્કાલિક પ્રતિકાર!
એ શબ્દો, વર્તન - બધાંયે મૂકશે વળતાં પ્રત્યાઘાત."

"તો શું ચૂપચાપ, સહમીને જીવવાનું દિન-રાત?
નબળામાં ખપી, હાંસીપાત્ર થવું વિના એક અવાજ?

ક્યાંનો આ, આવો! સાવ બેબુનિયાદી હિસાબ! 
આ જમાનામાં કોઈ મૂર્ખ જ કરી શકે એવો વર્તાવ! "

"હા! છતાંય સૂચવું છું, જવા દે, બસ! વિના વાર,
પચાવી દે અંદર એ ઊભરો ને આઘાત,

ઘણાં પ્રચલિત, પ્રવર્તમાન હોય છે વ્યવહાર,
બસ! એકવાર કરીજો આ નવીન ઉદ્ધારતો ઉપવાસ,

આમાં વિજય છે, ખુદનો ખુદ પર અમર્યાદ,
પરિસ્થિતિ કોઈપણ હોય, સાક્ષી જન્મે છે રહી બહાર.

અત્યંત લોભાવતું, ખેંચી જતું હોય છે અંદર જ ક્યાંક,
આ જીતમાં એનો પરાજય, ને ધૈર્યસાક્ષીને મળે છે સ્થાન."

પ્રભુ...વંદન...

'મોરલી'
ઓકટોબર, ૨૦૧૮



Patience is the capacity to wait steadily for the realisation to come.

To know how to wait is to put Time on your side. TM

By having patience under all kinds of pressure you lay the founda- tions of peace. SA



Flower Name: Mimusops elengi
Spanish cherry, Medlar, Tanjong tree
Significance: Patience
Indispensable for all realisation.

No comments:

Post a Comment