Saturday, 27 October 2018

જન્મદિને ભેટ ...


"આ ભવનું જીવી લીધું 
હવે ભવોભવનું માણ
મા-પ્રભુ સંગ એકમેક
જન્મદિને ભેટ સ્વીકાર. 

અહં નથી આ બોલતો
જોજે, નકારી, ના ગુમાવ. 
અમૂલ્ય જાણ આશીર્વાદ 
જન્મદિનથી શરૂઆત...

કોણ કોને કહે આમ?
પશ્નોત્તરી નથી બેબુનિયાદ.
ઉત્તરોતર એકઠાં થયેલ 
જન્મદિને મેળવ આમ.

આ હું જ છું અહીં, અહીંથી
મને જ કહું છું, માન!
અર્પણ હું, હું જ અર્પિત
જન્મદિનથી હવે હળવાશ.

જો 'મોરલી', તારાં વતી
બંને પક્ષ હું જ, હું જ ભેટ સ્વીકાર.  
જીવીએ અદ્વિતીય અખંડ અનંત
જન્મદિને અનન્ય ઐક્યની સૌગાદ."

 પ્રભુ...

ઓક્ટોબર, ૨૦૧૮


Going back to The Mother's womb
Nothing left or remain due
Just one goal, focused, attuned
Live life like the Divine clue...

In the real warmth and hue
Of infinite ocean or dunes
It's her care and love onto
To live life in her magnitude...

Thank you for the birth in body too
The self aspiring, aspiration to be true
To the original spirit's ample beatitude
And the life alive in sheer gratitude...

Immensely grateful
Dear Lord and beloved Mother…
* October 2017




Thank Lord, met my spirit-self finally,
Gratitude! With you, could set it free.

Face to face, the face with face in
Me seeing me, by me, the me being...

What a spirit inherited within!
Far greater in instrument-ship...

Hard core, in the divine service.
I know now, why have I instincts...

With divinity, completely sealed.
I know now, the driving force is which...

I was to, what I am in the life 'Morli'.
Vaster backbone, incumbent evolving...

Ample Gratitude Beloved Lord and the Mother...

For the life progressions...
For the progress of this very life...
For the progressing life...
For the life...
For this very being...
For being with this Being...
For the Grace and the deservance...
For this gratefulness...
For the moments lived, alive and those unfolding...

Yes, everything is predetermined...


The indication... year 1986!

હે મન,
હે પ્રાણ,
તું વિલીન ન થઈશ,

ત્યાં સુધી તારા સ્વને, લાગણીને, આવેગને,
સંવેદનને મનોબળમાં બાંધી લે.

તારે દ્રષ્ટિ આપવાની છે...
તારે માર્ગ ખોદવાના છે...
તારે ઘરેડ સુધારવાની છે...
તારે સ્વરૂપ શોધવાનું છે...
તારે જિંદગી બદલવાની છે...

અને તેથી,

તારે કંઈક જાણવાનું છે, મેળવવાનું છે,
નિજાર્થે.

હે માનુષીમન,

જો ત્યારપછી તારી સભરતાનું વિલિનીકરણ થશે તો
એથી વધું શું અપેક્ષિત હશે ???
*ઓક્ટોબર ૨૮, ૧૯૮૬

Back then in 1986, on my birthday, of course I was a very young being, the following small piece was written...

I did not know then; the significance of the words, when came through one's heart and sat on a paper, became alive...

Perhaps it was all certain before then...?!
Thank you for this is how it was suppose to be...

Thank you... Love you...
* October,  2016


ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

આમ આ નવજીવન પામી
પૃથ્વી પર એક લટાર આવી
તવ હાજરીભર હ્રદય ધબકાવી
પળપળ તુજ ચરણે સમાવી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

ભીતર વહેતો દરિયો પીછાણી
મનઊર્ધ્વેથી અસ્ખલિત વહાવી
ખરી કરુણાનો સ્વાદ ચખાવી
પળપળ તુજ ચરણે ધરાવી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

આવા પાલ્યને ખોળે જન્માવી
ભાંડુ, સાથી, દિવ્યબાળો સથવારી
આ વ્યક્તિને તેં તારી સ્વીકારી
પળપળ તુજ ચરણે ઊજાળી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!

આભારી બસ! મસ્ત પ્રવાસી
ક્ષણક્ષણ દિપે તવ સ્તુતિ માંહી
કૃતજ્ઞી 'મોરલી' ધન્યભાગ્ય-ઘડી
પળપળ તુજ ચરણે વહાવી
...ધન્ય ધન્ય! પ્રભુ, આ દિન પામી!
* ઓક્ટોબર, ૨૦૧૫




જીવનોદ્દેશ પૂર્ણ થાજો!
આ જીવ ફેરો સફળ થાજો…

માવતર ઘડતર સુંવાળું દીધું,
આ જીવતર ઉદ્દીપક થાજો… આ જીવ ફેરો…

ઊંનું કુણું ઊરનું દોરાયું,
આ ઊંડાણ આવર્તન પામજો… આ જીવ ફેરો…

મનસાતીત ઊર્ધ્વ ઊડાયું,
આ માનસ પ્રેરણાત્મક રાખજો… આ જીવ ફેરો…

ભેદ્યું બ્રહ્મદ્વાર, અડાયું,
આ શાંતિ ઊદ્ધારક વિસ્તરજો… આ જીવ ફેરો…

હ્રદસ્થ જીવંત પ્રભુહાજરી!
આ જ્યોત પ્રજ્વલિત મહેંકજો… આ જીવ ફેરો…

આત્મ સમષ્ટિ સ્વરૂપ નમતું,
આ આતમ સૂર રેલાજો… આ જીવ ફેરો…

જીવન ઉદ્દેશ પૂર્ણ થાજો…
‘મોરલી’ ફેરો સફળ થાજો…

* ઓક્ટોબર ૨૮, ૨૦૧૪




Flower Name: Scabiosa atropurpurea
Mournful widow, Sweet scabius. Pincushion flower, Egyptian rose
Significance: Blessings
Pure and innumerable, manifesting themselves infinitely.

No comments:

Post a Comment