Thursday, 28 February 2019

તો તમો તમામ મુબારક!


લે પ્રકૃતિ! તુજને તવ પ્રભાવ મુબારક.
ભવાટવીમાં લેખાતો ચકરાવ મુબારક.

સેંકડો સદીઓ ચાલી તવ મરજી મુબારક.
રમત ગણીને રમી ગતજન્મગતિ મુબારક

હાશ! જીવને ફળ્યો, મળ્યો આ ફેરો. મુબારક!
આઝાદીનો થયો સપ્તરંગી આરંભ. મુબારક!

ભાવિજન્મે જડાયું કાયમી સ્વાતંત્ર્ય. મુબારક!
સંસાધનોનું થવાનું ધની રૂપાંતરણ. મુબારક!

તવ ભૂમિકાનું શક્ય પ્રાવાધાન. મુબારક!
સમન્વયની તૈયારીને આવકાર. મુબારક!

ફાળો જરૂર તુજનો સલામ સાર્થક. મુબારક!
યોગ્ય અવધિ ને હદમાં. તો તમો તમામ મુબારક!

ને પ્રકૃતિ આત્માનાં દોરીસંચારમાં...

ને આત્મપ્રભુત્વમાં ભાવિ જન્મે જન્મો...

પ્રણામ પ્રભુ...

માર્ચ, ૨૦૧૯

Flower Name: Gomphrena globosa
Globe amaranth, Bachelor's button
Significance: Conscious Vital Immortality
The immortality of an organised and conscious vital being.

Wednesday, 27 February 2019

તટસ્થતાથી મૂલવ ...


હે માણસ! બસ! ત્યાં અંદર જ સમાધાન
જે ફેરવશે પરિપેક્ષ પ્રભાવ પરિણામ
ફરક એટલો જ! ચૂંટે તું સીક્કાની કઈ ભાત?

નફરત પણ છલકે જો આંતરિક જરૂરિયાત. 
પલટાઈ શકે ભલભલા પ્રેમ અને દરકાર.
બધું જ સમાય મહીં. એક સીક્કાની બે ધાર.

અશુભ પણ ઉછળે જો અંતર અશુદ્ધિ અજાણ
શુભમંગળભાવ ક્યાંય તહસનહસ છેદાય
જો પસંદગીમાં ક્યાંક ચૂક, અપક્વ હિસાબ.

બાહ્ય, અન્ય પરિબળો! બધી પછીની વાત.
પ્રથમ તો ખુદ ને પ્રાથમિક ખુદનો વર્તાવ
તપાસી જો! શું સળવળે છે શેને માટે, કયાં?

જાત તપાસમાં જ નીકળી આવે ખરો જવાબ
ઘણું ખરું ખુદનું જ બાંધ્યું નડતર વર્તાય
જો નિષ્ઠાપૂર્વક નિષ્ઠાકાજે શોધ આરંભાય.

તું જ તારો જાસૂસ, પુરાવો ને ન્યાયાધીશ થા.
તટસ્થતાથી મૂલવ, પરખ એક એક ક્યાસ.
ઘણું સ્વયંને યોગદાન થશે એમ જીવી સજાગ.

પ્રભુ, બનો પથદર્શક સથવાર...

ફેબ્રુઆરી, ૨૦૧૯


What we call oneself is only the ego. Our true self is the Divine. TM

Human nature is shot through in all its stuff with the thread of the ego; even when one tries to get away from it, it is in front or could be behind all the thoughts and actions like a shadow. To see that is the first step, to discern the falsity and absurdity of the ego-movements is the second, to discourage and refuse it at each step is the third, - but it goes entirely only when one sees, experiences and lives the One in everything and equally everywhere.

Our ego, boasting of freedom, is at every moment the slave, toy and puppet of countless beings, powers, forces, influences in universal Nature. The self-abnegation of the ego in the Divine is its self-fulfilment; its surrender to that which transcends it is its liberation from bonds and limits and its perfect freedom. SA




Flower Name: Eucalyptus
Eucalyptus, Australian gum, Gum tree, Ironbark, Stringybark
Significance: Abolition of the Ego
One exists only by the Divine and for the Divine.

Tuesday, 26 February 2019

Cycles keep emerging!


In the Vital, It's all about the nature's fury
All those ups and downs and topsy turvy 

The life situations and their nittygritties
The human life is with examples tricky

Good and bad and sad and happy
Cycles keep emerging with grapplings 

Poor human fights and accepts fighting
Unaware that cyclical is not forwarding

Step out or overcome or surpass with 
Dignity, relevance possible, whichever still be 

The route of finding Self or equanimity
Sure shot with progressive future promising...

And refuge in the God almighty.

Thank you...

February, 2019


...The seeker who has established some immobility within himself will find that this immobility dissolves all shocks, because it is wide; because the seeker is no longer a small constricted person, but a consciousness overflowing the limits of its body. Like the silent mind, the quieted vital universalizes itself spontaneously: In yoga experience the consciousness widens in every direction, around, below, above, in each direction stretching to infinity. When the consciousness of the yogi becomes liberated, it is not in the body but in this infinite height, depth and wideness that he lives always. Peace, Freedom, Power, Light, Knowledge, Ananda.20 The least pain, of any kind, is the immediate sign of a contraction in the being and of a loss of consciousness.
A very important corollary follows upon this widening of the being, which will make us appreciate the absolute necessity of vital immobility, not only for the sake of clarity of communications, efficiency in action, and joy in life, but simply for our own safety. As long as we live in the small frontal person, the vibrations are small, the blows are small, the joys are small; we are protected by our very smallness.


But when we emerge into the universal Vital, we find the same vibrations, or forces, on a gigantic, universal scale, for these are the very forces that move the world as they move us; and if we have not acquired a perfect equanimity or inner immobility, we are blown away. This is true not only of the universal Vital but of all the planes of consciousness. Indeed, one can, one must (at least the integral seeker) realize the cosmic consciousness on all levels: in the Superconscient, the mind, the vital, and even in the body. When he rises into the Superconscient, the seeker will find out that the intensities of the Spirit also can be overpowering (it is actually always the same divine Force, the same Consciousness-Force above or below, in Matter or in Life, in the Mind or higher up, but the farther it descends, the darker, more distorted and broken up it becomes by the medium it has to pass through), and if the seeker, just emerging from his heavy density, tries to rise too rapidly, to skip some stages without having first established a clear and firm foundation, he may well burst like a boiler. Vital clarity, therefore, is not a matter of morality, but a technical or even organic requirement, one could say. In practice, the great Solicitude is always there to keep us from premature experiences; perhaps we are narrow and small only as long as we need to be narrow and small.
*Satprem CH 6 Quieting the Vital


Flower Name: Gladiolus callianthus Acidanthera bicolor
Peacock orchid
Significance: The Vital’s Possibility of Perfection
The day the vital will be converted it will have much to give.

Monday, 25 February 2019

કશુંક તલપાપડ છે.


માનજે,
ભરી ભીડમાં તું એકલો પડે
અહેસાસ કામનો એ
સંધાન સાંધવા અંતરે
કશુંક તલપાપડ છે.

કોસવા કે કાંપવા! ના રે!
મજબૂત સંગઠન કાજે 
આંતરિક ગઠબંધન યાચે
ભીતરે પ્રધાન જે નિવાસે.

એ નથી અમંગળ સહેજે
કે મૂલવણી ધરવી પર્યાયે
નીકળી છે ખરી શોધ માટે.
એકાંત જડાય અદ્રશ્ય તાંતણે.

મબલખ ક્ષમતાઓ સાથે
ફળદ્રુપ શક્યતાઓ પાંગરે 
સ્વ પોતીકે સંગાથે જ્યારે
લક્ષિત પ્રાવાધાન આમ નીપજે.

બનો મિત્ર સ્વનાં ...
ઉજવો એકાંત સ્વ સંગમાં ...

ને પ્રભુ તો રહેવાનો હંમેશ જોડીદાર...

ફેબ્રુઆરી, ૨૦૧૯


The inner loneliness can only be cured by the inner experience of union with the Divine; no human association can fill the void. In the same way, for the spiritual life the harmony with others must be founded not on mental and vital affinities, but on the divine consciousness and the union with the Divine. When one feels the Divine and feels others in the Divine, then the real harmony comes. Meanwhile what there can be is the goodwill and unity founded on the feeling of a common divine goal and the sense of being all children of the Mother…. Real harmony can come only from a psychic or a spiritual basis.

To be alone with the Divine is the highest of all privileged states for the sadhak, for it is that in which inwardly he comes nearest to the Divine and can make all existence a communion in the chamber of the heart as well as in the temple of the universe. Moreover that is the beginning and base of the real oneness with all, for it establishes that oneness in its true base, on the Divine, for it is in the Divine that he meets and unites with all and no longer in a precarious interchange of the mental and vital ego. So do not fear loneliness but put your trust in the Mother and go forward on the Path in her strength and Grace. SA

Divine solicitude (in the sense of solicitude for others, a tender and affectionate and watchful care for their need and their good), the care of the Divine for the sadhaka. SA


Flower Name: Malvaviscus arboreus
Turk's cap
Significance: Divine Solicitude
Always active, even when we do not perceive it.

Divine Solicitude Rightly Understood
Let us understand and receive with gratitude this Divine Solicitude, so often misunderstood.

Sunday, 24 February 2019

દોમદોમ સત્ સાહ્યબી ...


થા આત્મા સ્થાને સ્થાયી 
લૂંટ અમૂલ્ય જીવનલ્હાણી
ત્યાં દોમદોમ સત્ સાહ્યબી
પ્રેમસભર નિરપેક્ષ કાયમી

પ્રકૃતિ કૃત્રિમ કે પક્ષપાતી,
વિભાગ કે વિભાજનકારી,
વાદ કે અપવાદ મૂલવણી
રૂઢિ, રીતી સર્વ અસ્થાયી.

ત્યાં નિરપેક્ષતા પ્રમાણિક 
જે સઘળા સંદર્ભને પ્રભાવી 
વલણ, અમલમાં પ્રમાણિત
સ્વયંભૂ સહજ ને શુભાચારી.

નથી ત્યાં વિકલ્પો બેધારી
ન દ્વંદ્વ કે યુદ્ધની પૂર્વતૈયારી
ન પક્ષ, અપક્ષ કે પક્ષાપક્ષી 
લડાઈ હરીફાઈબીન માણસાઈ.

આત્મસ્થ મનુષ્યજીવનને સહકાર...

પ્રભુ પ્રણામ...

ફેબ્રુઆરી, ૨૦૧૯



To lead the Divine Life does not depend on any exterior activity or circumstances. Whatever you do from the highest work to the most ordinary, you can lead the Divine Life if you are in the true consciousness and the right attitude.

If, in the presence of circumstances that are about to take place, you can take the highest attitude possible - that is, if you put your consciousness in contact with the highest consciousness within reach, you can be absolutely sure that in that case it is the best that can happen to you. ... I even go so far as to assert that in each one's zone of immediate influence, the right attitude not only has the power to turn every circumstance to advantage but can change the very circumstance itself. TM


Flower Name:Clerodendrum splendens
Significance:
Right Attitude Established
There is a moment when the right attitude comes spontaneously and without effort.

Saturday, 23 February 2019

When Truth and ignorance ...


Exactly the opposite that happens
When Truth and ignorance are open and out

The moment Truth is surged high
Expands and spreads and further rises 

The moment Truth is realised
Take a sip within, assimilates,  systematised 

The moment Truth is actualised 
Reiterates actively in activities all the time

The moment Truth in power of wise
Gets carefully distributed to receptive minds

The moment Truth in it's element revived 
Escalates, deepens, widens in all sides

The moment Truth is imbibed
The substance becomes the Truth enterprise.

Truth...the ever existent...
But ignorance! As soon as surfaced, if offered sincerely, absolves there and then...

Thank you...

February, 2019



Truth is the door of the spirit's Ananda, its beatific nature. SA

The Truth is not a dogma one can learn once and for all and impose as a rule. The Truth is infinite like the Supreme Lord, and it manifests at every moment to those who are sincere and attentive.

We shall perceive that the truth we seek is made up of four major aspects: Love, Knowledge, Power and Beauty. These four attributes of the Truth will express themselves spontaneously in our being. The psychic will be the vehicle of true and pure love, the mind will be the vehicle of infallible knowledge, the vital will manifest an invincible power and strength, and the body will be the expression of a perfect beauty and harmony. TM




Flower Name: Tecomaria capensis
Cape honeysuckle
Significance: Power of Truth in the Subconscient
It can act only when sincerity is perfect.

Absolute Truthfulness
Must govern one’s life if one wants to be close to the Divine.

Friday, 22 February 2019

ભારે બેબાક!


મનસથી મહસ ને સત્ સુધી અવકાશ
આ મનુષ્યની શક્ય સફર તો ભારે બેબાક!

બસ ઠાનની જરૂર ને ધૈર્ય પારાવાર
દિવ્યચૈતન્યને સંગે ઉર્ધ્વથી ઉતરવી દરકાર.

મન મતિ વિચાર ભાવ - મનસ સ્વભાવ
જીવાત્માને બાંધી, રચે ભવાટવીની જાળ. 

અનંતોમાં વિસ્તરેલ વિદ્યા વાસ અમાપ
મહસથી ઉભરેલાં વેદ ઉપનિષદ પુરાણ.

ચિત શક્તિ આનંદ સંગ સમગ્ર દરબાર 
સત્ પ્રમુખ પ્રધાન. મૂળભૂત મુખ્ય પ્રભાવ.

ને છતાંય ન છેવાડો, અંત કે સરહદ સિમાંત
બ્રહ્માંડ પછી સઘળે, ન ત્યાં ક્યાંક કે પેલે પાર.

દ્વૈતથી અદ્વૈત ને એથીય પારની સફર...

જય હો પ્રભુ... 

ફેબ્રુઆરી, ૨૦૧૯


What I call "being on the path" is being in a state of consciousness in which only union with the Divine has any value - this union is the only thing worth living, the sole object of aspiration. Everything else has lost all value and is not worth seeking, so there is no longer any question of renouncing it because it is no longer an object of desire. As long as union with the Divine is not the thing for which one lives, one is not yet on the path.

It is true that the path is very long, but for one who follows it with sincerity, it is really very interesting...

What do you want the Yoga for? To get power? To attain to peace and calm? To serve humanity?
None of these motives is sufficient to show that you are meant for the Path.
The question you are to answer is this: Do you want the Yoga for the sake of the Divine? Is the Divine the supreme fact of your life, so much so that it is simply impossible for you to do without it? Do you feel that your very raison d'etre is the Divine and without it there is no meaning in your existence? If so, then only can it be said that you have a call for the path. TM

Flower Name: Coffea
Coffee
Significance: Perfect Path
For each one it is the path that leads fastest to the Divine.

Thursday, 21 February 2019

ॐ ઉપાર્જિત સત્ વાણી...


મારી માતૃભાષા ન્યારી
ॐ ઉપાર્જિત સત્ વાણી...

ॐકારથી જ દર ઉદ્ભવી 
દર યુગ કાળની અલાયદી

સાહિત્ય શૈલી હો અભનવી
મૂળે તો વહે એક જ સર્વાંગી 

બોલ બંધારણ ઉચ્ચારણી
એ વિવિધાનો સ્ત્રોત એકાકી 

એકજ સ્વર જે અસંખ્ય માર્ગી
એક સ્તરે ભળે એ સર્વ પાર્થિવ 

શુભ સમન્વય હો શુદ્ધ સાત્વિક
દર ઉદ્ગાર હો માત્ર સત્ સમર્પિત.

વાક પ્રભુ ... વાક શક્તિ ... 
વાક વાણીને વંદન.

આભારી... 'મોરલી'

ફેબ્રુઆરી, ૨૦૧૯


The power of expression comes by getting in touch with the inner source from which these things come.

For a certain state of consciousness there is not a word, not a gesture, not an action which does not express a deeper or higher reality, more lasting, more essential, more true; and once one has seen and felt this, everything takes on a meaning, and one sees more clearly how things ought to be organised, arranged so that a deeper truth may be expressed even better than it is at present. TM





Flower Name: Antirrhinum majus ‘Butterfly hybrid’
Snapdragon
Significance: Progressive Expression
What you cannot say today, you will know how to say tomorrow!

Wednesday, 20 February 2019

તમો જ ધન્ય અહીં ...


મા,
તમો આ જીવ ને જીવધરી જીવનાર
તમો જ જિંદગી ને દર આપ-લે શ્વાસ.

તમો જ દર કારણ ને કારણ ઉર્જિત કાજ
તમો જ દર પરિણામ ને ફળનો હકદાર.

તમો જ પ્રવાહ ભાવ ને યોગ્ય અલગાવ
તમો જ મૂળ કેન્દ્ર ને કેન્દ્રિત આદાનપ્રદાન.

તમો જ કણકણ ઘડતર ને દેહ જે દ્રશ્યમાન
તમો જ એ સાબદુ તંત્ર ને ટકાવતો ધબકાર.

તમો જ રુપ દર સજીવ ને સંજીવની અસાધ 
તમો જ સમસ્ત શક્તિ ને જીવાદોરી બ્રહ્માંડ.

અહો મા!
તમો જ ધન્ય અહીં ને ધન્યીનાં તમોને પ્રણામ
તમો જ નતમસ્તક ને બક્ષો દિવ્યઆયુ આશીર્વાદ.

જય મા... જય જય મા! 

ॐ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે.

ફેબ્રુઆરી, ૨૦૧૯



પૂર્વે પ્રકાશિત શ્રી માતાજીનાં જન્મદિનનાં અહોભાગપૂર્ણ વધામણાં ...

હે મા ... આભાર મા ...

તું છે તો આ લટારે છું 
પૃથ્વી પર ચારપાયે છું 
ભવોભવને સરવાળે છું 
ચરણરજ ને મથાળે છું...

તું છે તો આ કિનારે છું 
શ્વાસજગતનાં હવાલે છું
અંતઃસ્થ સતનાં પનારે છું
સમર્પણને ઉપકારે છું ...

તું છે તો આ ગણિતે છું 
ગણતર વિનાના આંકડે છું 
ખુલ્લી ધરામાં જીવસ્વ છું 
પંચમહાભૂતનાં માંડવે છું ...

તું છે તો અંબર અંબારે છું 
ખોળો તારો ને સૃષ્ટિધારક છું 
આ વ્યક્તિ થકી ઊપાસક છું 
ખૂણેખાંચરે ભગવતી સ્ફુટ છું ...

આભારી સદા તારી ...

જય હો!

સાદર...
*ફેબ્રુઆરી, ૨૦૧૮



આ તો, મા અને શ્રીની દોરવણી
હાથ-હથિયાર હેઠાં, એ જ તૈયારી... 



'હું-મને-મારી' કયાં જવાબદારી
એવી-એટલી કયાં પહોંચ પાછી?

રોજ દિવાળી અને રોજ અષ્ટમી
માત સ્વરૂપોની દર્શન લ્હાણી...

એ માર્ગદર્શનની અચૂક પૂરવણી
એ દીવે ભરપૂર ઝગમગ રોશની...

હૈયે અણનમ ઊજળી સૂર્ય સવારી
અપૂર્વ ચક્રધર દોમદોમ સાહ્યબી...

અસ્તિત્વે શ્વસે રૂડી મા ચતુરરૂપી
'મોરલી', ચૈતન્ય-સત્ય-આનંદમયી...
*ફેબ્રુઆરી, ૨૦૧


હે મા,

આવીને બેઠી તું શીશ ઊર્ધ્વે,
ચતુર સ્વરુપ ને અદના રુપે!

દર્શન તારાં! ધન્ય ચક્ષુ બંન્ને,
ખોલું નયનો, તોય હોય તું સંગે!

કાલી, લક્ષ્મી, શારદાશ્વરી રુપે!
આ જીવ તુચ્છ, અમૂલખ જુવે!

ચૈતન્ય ચિન્મય ચૈતસિક દિસે,
તેજ ધોધ ને પ્રવાહ પુષ્ટ એ!

અવતરે શક્તિ આદ્યની ચારે,
ભેટ અમૂલ્ય, ઝીલાય દેહે!

થતી અભિમુખ બેઠેલી અંતરે,
અસ્તિત્વ સમગ્ર, મા...મા સ્ફૂરે!

અહો આ અનુસંધાન ને સંધાને,
શિશુ 'મોરલી' સંપૂર્ણ, તવ હ્રદયે!
*ફેબ્રુઆરી, ૨૦૧૬



ફરીયાદ નથી કોઈ તાક નથી,
હરતું ફરતું રમતું છે.
આ જીવન તારે ચરણે ધરી,
બસ! ખાલી અમસ્તુ શ્વસતું છે

ન ગૂંથવું કંઈ ન વાળવું કંઈ,
પોત મલમલી લીસું છે.
આ જીવન તારે ખોળે કરી,
બસ! પાલવમાં લપેટાયેલ શિશું છે

અવશેષ નથી કંઈ શેષ નથી,
અત્ર તત્ર સર્વત્ર છે.
આ જીવન તારે તેજે ભળી,
બસ! ભાનુ કિરણમાં ઊગતું છે.

તેં, ભરપૂર ભરી, અણુ કણુ દિપ્તી,
ચૈત્યતત્વ જ સર્વસ્વ છે.
‘મોરલી’ જીવન, તારે ઊંબરે ઝૂકી,
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે.
*ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૫


કોઈ તારો હાથ કેમ છોડે?
કોઈ તારો માર્ગ કેમ મૂકે?
તું તો પક્વ આધ્યાત્મિક
અભીગમ ભણી જીવાડતી…

તું ન સંન્યાસ માગતી;
ન સંસાર ક્ષમ્ય ગણતી,
તું ન વ્રત-તપ કરાવતી;
ન સુખ-સાહેબીમાં સંતોષાવતી,
તું તો મન-હ્રદયમાં
સમતા-મમતા ભરી જીવાડતી…

તું ન પોકળ કહેવાતી-
ધાર્મિક માન્યતાઓમાં રચાવતી;
ન પાપ-પુણ્યના; વગર આચરણના,
માનસિક હિસાબો રખાવતી
તું તો વ્યક્તિસ્વરૂપમાં ધરબાયેલ
દિવ્ય-અંશને પ્રમુખ કરી જીવાડતી…

મા! તારી અકળ-અદમ્ય કૃપા
કેવી તો સમૃદ્ધ, સબળ, સશક્ત કે
ભલભલા કટ્ટર મનોવલણો
ને કઠોર ભાવવિહીનતાને
તું નર્મળ, મૃદું, સંવાહક બનાવી,
સ્મરણ-સમર્પણના આચરણમાં જીવાડતી…

આ દિન મનાવે જે તારો આજે ,
એને તું તો જન્મોજન્મ પર્વ-પવિત્ર જીવાડતી
મા! તું તો કરુણામયી! ‘મોરલી’ના
કોટી કોટી વંદન સ્વીકારતી ને જીવાડતી!
અહોભાગ્ય મા!
*ફેબ્રુઆરી, ૨૦૧૪

ફોટા: સમાધિ શૃંગાર
શ્રી માતૃભવન, સ્વસ્તિક સોસાયટી, અમદાવાદ