Thursday, 28 February 2019

તો તમો તમામ મુબારક!


લે પ્રકૃતિ! તુજને તવ પ્રભાવ મુબારક.
ભવાટવીમાં લેખાતો ચકરાવ મુબારક.

સેંકડો સદીઓ ચાલી તવ મરજી મુબારક.
રમત ગણીને રમી ગતજન્મગતિ મુબારક

હાશ! જીવને ફળ્યો, મળ્યો આ ફેરો. મુબારક!
આઝાદીનો થયો સપ્તરંગી આરંભ. મુબારક!

ભાવિજન્મે જડાયું કાયમી સ્વાતંત્ર્ય. મુબારક!
સંસાધનોનું થવાનું ધની રૂપાંતરણ. મુબારક!

તવ ભૂમિકાનું શક્ય પ્રાવાધાન. મુબારક!
સમન્વયની તૈયારીને આવકાર. મુબારક!

ફાળો જરૂર તુજનો સલામ સાર્થક. મુબારક!
યોગ્ય અવધિ ને હદમાં. તો તમો તમામ મુબારક!

ને પ્રકૃતિ આત્માનાં દોરીસંચારમાં...

ને આત્મપ્રભુત્વમાં ભાવિ જન્મે જન્મો...

પ્રણામ પ્રભુ...

માર્ચ, ૨૦૧૯

Flower Name: Gomphrena globosa
Globe amaranth, Bachelor's button
Significance: Conscious Vital Immortality
The immortality of an organised and conscious vital being.

No comments:

Post a Comment