સત્યનાં પાયે ચણાયેલાં તથ્યો અડીખમ
થપાટોમાં પણ ટટાર, અણનમ, મકકમ!
સત્યનાં બળ પર ઉગ્યાં પરિવર્તનો અલગ
મંથર પણ કાયમી, લાભકારી, સતર્ક!
સત્યપ્રદેશમાંથી નીકળ્યાં વચનો અફર
અઘરાં પણ માનનીય, અસરદાર, નક્કર!
સત્યને જીવનમાં ઉતારતાં સિદ્ધાંતો સરળ
દુર્લભ પણ શક્ય, ઊંડા, મજબૂત સહજ!
સત્યની સાતત્યતાને જાળવતા જણ અડગ
છૂપાયેલા પણ નીડર, અટલ, નિષ્ઠ પ્રખર!
સત્ય સફરને વરેલાં એ તમામને નમન.
સામર્થ્ય જરૂર પણ સાથે શ્રદ્ધાયે અનહદ...
સાદર આભાર...
ફેબ્રુઆરી, ૨૦૧૯
Flower Name: Dillenia suffruticosa
Significance: Effort towards the TruthShould exist in all men of goodwill.
No comments:
Post a Comment