Saturday, 9 February 2019

આજ પુષ્પ થઈ, થાઓ ...


વસંત ઉત્સવે આજ પ્રફુલ્લિત અવની 
કુસુમ પગલે પધાર્યા શ્રી માત સરસ્વતી! 

મ્હોર ધારી ધરા! લીલીછમ રળિયામણી 
ને આશ્વસ્થ એ આશ્વાસને સર્વ પ્રવર્તિત.

નવકૂંપળ સમ કોમળ ને અંકુરિત ઉર્જા નવી
જીવ, સજીવ ઝીલે એ અલ્હાદ નવીનરંગી,

નિર્ધારીત છે દેવા, આશીર્વાદ - દેન - બક્ષીસ
પૂર્ણ પોષિત, સુગંધિત હો શાણ સાન ગ્રાહ્યી,

હૈયે ઉગે અણદીઠાં આશ, પ્રસ્તાવ ઉજ્વળિત
પૂર્ણતા, કૌશલ્ય ને પ્રેરણાસભર નવનિર્મિત. 

રહો નિતાંત અભીપ્સુ મૃદુ પદ્મવત્ વિદ્યાર્થી
આજ પુષ્પ થઈ, થાઓ મા ચરણે સમર્પિત ...

શુભ વસંતપંચમી...

વંદન મા!

ફેબ્રુઆરી, ૨૦૧૯



પૂર્વે પ્રકાશિત પંચમી પુષ્પો...

નમો નમઃ વસંતપાંચ.
મા શારદે! કરુણાવિભાવ
સમગ્રતયા ઉત્સવ ઉત્સાહ...

પીત હરિત કોસુમ્ભ, શ્યાવ
નિરા, મલય, વાયુ, આભ, 
ધરા - સમગ્રે વાસંતી વાસ..

પ્રકૃતિ પલટે સ્વભાવ
મબલખ વૈવિધ્ય અપાર
પ્રાકૃતિક પુષ્કળ પ્રમાણ...

હે શારદે! સર્વ તવ પ્રભાવ.
અભિભૂત! ધન્ય બ્રહ્માંડ
સ્વીકારો મમવત સાષ્ટાંગ...

જય હો પ્રભુ...

સાદર...
*જાન્યુઆરી, ૨૦૧૮


પ્રભુએ, વળી અંગુલી ગૂમાવી!
વસંતવાયરાએ લીધી વારી,

કુદરતે ૠતુ રમત માંડી,

વસંત આવકારે, દેવા લ્હાણી...

પલ્લવ પ્રીત-રંગ ઓઢી,
વસંતપંચમી, મા શારદે પધારી,
જ્ઞાન-ભાન-સાર અવતરતી,
વસંત આવકારે, દેવા લ્હાણી... 

લચકતી પીળી ખુશી છલકવી,
વાસંતી રંગ - છંદ ગુણધારી.
ખીલે દર હૈયે વસંત વાદળી ,
'મોરલી', વસંત આવકારે, દેવા લ્હાણી... 

વંદન! ઓ મા સરસ્વતી...

સર્વ, મા સરસ્વતીની કૃપામય હો...

પ્રણામ. ..
*ફેબ્રુઆરી,૨૦૧


હે શારદે મા...

તારી ચેતનાનું બિંદ હૈયે ઊતર્યું
ને પદ્મપુષ્પ મારે હૈયે ખીલ્યું.
તારી ચેતનાનું બિંદ ...

પાંખડી એકએક, થઈ હળવે ખુલ્યું
ને અમરત્વ જોને હૈયે મૂક્યું.
તારી ચેતનાનું બિંદ ...

મધ્યે એને, એનું ગર્ભ ઊઘડ્યું
ને અનંત અસ્ખલિત વહેતું કર્યું.
તારી ચેતનાનું બિંદ ...

ઊર્જામય, ઊનાશે કરુણા ધરતું
ને એના તેજે અમીમય હૈયું ધબક્યું.
તારી ચેતનાનું બિંદ ...

અંતરે વસંતસભર અસ્તિત્વ ભર્યું
ને એમાં પળપળ તવ હૈયું શ્વસતું.
તારી ચેતનાનું બિંદ ...

અહો...આ અદભૂત અહોભાગ તણું
ને 'મોરલી' ગદ્ ગદ્, નવ હૈયું બક્ષ્યું.
તારી ચેતનાનું બિંદ ...
*ફેબ્રુઆરી, ૨૦૧


Mahasaraswati is the [supreme] Mother's Power of Work and her spirit of perfection and order. . . . Of all the Mother's powers she is the most long-suffering with men and his thousand imperfections. Kind, smiling, close and helpful, not easily turned away or discouraged, insistent even after repeated failure, her hand sustains our every step on condition that we are single in our will and straightforward and sincere; for a double mind she will not tolerate and her revealing irony is merciless to drama and histrionics and self- deceit and pretense. A mother to our wants, a friend in our difficulties, a persistent and tranquil counsellor and mentor, chasing away with her radiant smile the clouds of gloom and fretfulness and depression, reminding always of the ever- present help, pointing to the eternal sunshine, she is firm, quiet and persevering in the deep and continuous urge that drives us towards the integrality of the higher nature. SA

For [Mahasaraswati] everything must be done down to the last detail, and done in an absolutely perfect way. And she wants, she insists that it should be done physically, totally, materially, that it should not remain in the air, you see, like a mental or vital action, but that it should be a physical realisation in all its details, and all the details should be perfect, that nothing should be neglected. TM

Mahasaraswati [is] the goddess of divine skill and of the works of the Spirit, and hers is the Yoga that is skill in works, yogah karmasu kaushalam, and the utilities of divine knowledge and the self-application of the spirit to life and the happiness of its harmonies. SA





Flower Name: Rondeletia odorata
Significance: Mahasaraswati’s Perfection in Works
It is not satisfied with makeshift.

No comments:

Post a Comment