Sunday, 17 February 2019

અપનાવ! એની અણધારી ચાલ ...


અપનાવ! સંસાર ને એની અણધારી ચાલ
પહેચાન! એની ભૂમિકા ને પ્રમાણ અમર્યાદ...

તપાસજે! દુન્યવીને ઊંડે છીપી નિર્માણ શાખ
ખોળજે! તુજ લગતું, અનુકૂળ કંઈક ધારદાર...

પોષજે! થકી કર્તવ્યવ્રત ને અર્પણ - હારોહાર
ચાલતો રહેજે! યોગ્ય જણાવશે આપોઆપ.

જાળવજે! નથી ધર્મસ્થાપન કે સંલગ્ન પાઠ.
ન થોભજે! એ પ્રલોભનો ને તું કરજે પસાર...

શોધજે! તવ સ્વ નું પગેરું ને અનન્ય વાટ.
પહોંચજે! થકી પ્રભુ હસ્તે માંડી દિવ્યમાર્ગ.

પ્રભુ આધાર તો સઘળાં નીકળે, ભળે એક માર્ગ...

જય હો પ્રભુ...

આભાર!

ફેબ્રુઆરી, ૨૦૧૯


Flower Name: Ipomoea lobata [Mina lobata]
Spanish flag
Significance: Thirst to Learn
One of the qualities that facilitate integral progress.

No comments:

Post a Comment