Thursday, 14 February 2019

હાથવગો પર્યાય!


આ સંસાધનોધારી જીવ!
એ જ ખરો જીવનાર છે
શાને વ્યર્થ શોભા, શણગાર વીણ
આ પૃથ્વી પર તો લટાર છે.

એક સદીની થશે આ પ્રીત
ક્યાં બનાવે વળગાડ છે,
ક્યાંય વીતી જાય છે સમયશીખ,
ને રાખ પણ પછી વીખરાવ છે.

અટપટી છે સંસાર રીત
પણ એક શતકની તો વાત છે 
કંઈ કેટલાય જન્મો જીવ્યો જીવ
શાને વ્યવહારમાં દેખે સાર છે?

હા, દર ફેરો જરૂર અણદીઠ
એટલે મળ્યું જે, એને સન્માન છે.
રમમાણ રાચવું સપાટી સ્થિત
કે અંતરે વૃંદાવન! હાથવગો પર્યાય છે.

જીવાત્માને માટે જીવ!
એ જ ખરો જીવન ક્યાસ છે.
સંસાધનો પણ માણશે એ ગીત
જેમાં આત્મા સૂચવ્યો લયકાર છે. 

પછી એમાં પ્રભુનો દોરીસંચાર છે ...

સર્વ સુંદર...સર્વ મંગળ...


કદાચ એટલે જ કહેવાતું હોય છે કે, 'ખાલી હાથે આવ્યા હતાં ને ખાલી હાથે જ જવાનું છે'...

આમ જોવા જઈએ તો એટલો સમય પણ તો નથી, વધુમાં વધુ સો વર્ષ!
જેની આગળ હજારો જીવાયાં હશે ને પછી પણ હજારો જીવાશે!

બસ! એ બધાની વચ્ચે આ ચાલી રહેલું, કહેવાતું શતક અને એનાં આટલાં ઉધામા! 

જે મારું - મારું ચાલે છે એ તો જીવે આ ફેરો વ્યતિત કરવા માટે ભેગાં કરેલાં સંસાધનો (મન મતિ પ્રાણ દેહ) છે અને એ બધાં જ જરૂર મૃત્યુ સમયે ખરી પડવાનાં છે.

પણ જે સાથે રહેવાનું છે કે કહો કે જે પોતે હતું- છે-રહેશે એવાં જીવાત્માની તો ગણતરી જ નથી! 

એ જ તો જે તે વ્યક્તિ છે. અથવા તો કહો કે વ્યક્તિ એણે 'ઓઢી' છે. એ જેતે વ્યક્તિરૂપે જીવનમાં છે.

એથી જેટલું શક્ય એટલું એમાં અને એ માટે જીવવું...ને તો સદી નગણ્ય છે છતાં ત્યાંથી મળેલો અનુભવ અનન્ય...દરેક વખતે...
 
પ્રભો...પ્રભો...

ફેબ્રુઆરી, ૨૦૧૯


Flower Name: Nerium Oleander
Oleander, Rosebay
Significance: Turning of Wrong Movements into Right Movements
A supreme goodwill always ready to be transformed.

No comments:

Post a Comment