સંભાવનાઓ ફક્ત શક્યતાઓ, નથી હકીકતો બારોબાર
કે પુનરાવર્તનોમાં પ્રસ્થાપિત તથ્યોનાં સ્થાયી ચકરાવ!
હે અણઘડ મનસ! લગાવ તરંગો પર સાતત્યની લગામ.
પ્રગટીકરણ ફક્ત સત્ય આધારિત, ન હોય બેબુનિયાદ.
નથી ઉકલતા સંચય સંયોજનમાં જીવતરનાં ધારદાર ચાસ
કે આડાઊભા સમીકરણોમાં ગોઠવી મળતાં પદ પ્રમાણે પરિણામ
ઠસોઠસ મગજ ઉર્જિત રસાકસી થકી એ ગંઠાતી માયાજાળ
ન વિશેષ! અલબત્ બિનજરૂરી વ્યસ્તતામાં વ્યતીત વ્યર્થ સમયમાર
ખરાં ઠોસ સમયો આવે નીરવ સમત્વમાં થકી કર્તવ્ય કાર્ય,
અદ્ભુત કલ્પન ને અથાગ શ્રદ્ધા કર્મથી ગૂંથાય ફળપર્યાપ્ત...
અર્પણ.
આભાર...
માર્ચ, ૨૦૧૯
Flower Name: Tecoma X smithii Tecoma alata
Trumpet bush
Significance: Physical MindTrumpet bush
Becomes a good instrument of action when it is content to be that alone.
No comments:
Post a Comment