Friday, 15 March 2019

ઊંડાણે આંદોલન ...


ભલે દેખીતો ભૌતિક આકાર
દેખાય સ્થૂળ, જડવત્ પદાર્થ 
અંતઃ હલનકલન, યાતાયાત 
કણ સ્તરે નિરંતર વાર્તાલાપ.

કશુંય નથી સ્થગિત, ઠાર
સમગ્રતયા વહાવ, પ્રવાહ 
હોય અદ્રશ્ય કે દ્રશ્યમાન 
સતત ગતિમય પ્રાવાધાન.

ગતિશીલતા મૂળ સ્વભાવ 
સૃષ્ટિ સઘળી ને દર આવિર્ભાવ 
સક્ષમ ગોઠવણનો પ્રભાવ 
કણ કે અકળ - સર્વકંઈ પરિણામ...

ન શિથિલ ન સ્થિર ન મૃતપાય 
ગતિ પ્રગતિ તરફ, ગતિમાન 
રુપ આકાર પ્રકાર ઘડામણ ઘાટ
ઊંડાણે આંદોલન ચળવળ બ્રહ્માંડ...

ગતિ સ્વરુપ પ્રભુ ... પ્રણામ ...

આભાર!

માર્ચ, ૨૦૧૯


Flower Name: Saintpaulia ionantha
African violet, Usambara violet
Significance: Correct Movements
All movements are under the right inspiration.

No comments:

Post a Comment