Tuesday, 5 March 2019

અખંડથી જ ઉદભવે ...


બ્રહ્માંડની સર્વવ્યાપી સમાધિ 
સર્જકની સર્જનાત્મક પૃષ્ઠભૂમિ.

દ્રષ્ટિને શૂન્ય નિષ્ક્રિય સર્વાંગી 
અજ્ઞાનને દીસે ભ્રમિત સપાટી!

ભ્રમણા ગણે મનસપ્રાણ પ્રાણી
હકીકત ફક્ત બાહ્યજગ જીવની!

શાને અવગણે રિક્તતાની પેદાયશી,
સ્થિર શાંતિ સમત્વ સ્થાયી ભૂગર્ભેથી?

પરિણામે સર્જાય અલ્હાદક શ્રેણી,
અંતરે પણ ઘડે જાજરમાન અનુભૂતિ.

સમગ્રતા એ બ્રહ્મસર્જક તણી સુકૃતિ
અખંડથી જ ઉદભવે દર ખંડ સુનિશ્ચિત.

પ્રભુ...તવ ચરણે...

માર્ચ, ૨૦૧૯



Divine solicitude (in the sense of solicitude for others, a tender and affectionate and watchful care for their need and their good), the care of the Divine for the sadhaka. SA


Flower Name: Malvaviscus arboreus
Turk's cap
Significance: Divine Solicitude Rightly Understood
Let us understand and receive with gratitude this Divine Solicitude, so often misunderstood.
Divine Solicitude
Always active, even when we do not perceive it.

No comments:

Post a Comment