Tuesday, 30 June 2020

આરંભ ખરો ખરો!



ચૈત્યાત્મા વતી સોંપણી ચાલે લગાતાર
સર્વકંઈ આંતરિક બસ નિરીક્ષક સાવ
મૂક સાક્ષી અહીં કોણ જે નોંધે ઘટમાળ?

“મા...જો” “મા...જો” ચાલતું પળપળવાર
ને ન અન્ય કોઈ ભાવ, ભાગ કે પ્રત્યાઘાત
કે બાકી ન કોઈ જોડાણ છુપું કે પ્રતિ બાહ્ય

સમર્પણનો એક નવો ઊંડાણનો આયામ
આરંભ ખરો ખરો! જેમાં પરમ જ કરનાર
ન ક્રિયા કરણ ન પ્રયત્નનો ભાર કારભાર

આત્મા જ સંચાલક ને દોરે સંસાધનો સાથ
સઘળું ભૂમિકાવત્ ન બાહરી પ્રભાવ દબાવ
મા શ્રી પરમ બાંહેદરીમાં ને સંપૂર્ણ યજમાન.

પ્રભો પ્રભો...ધન્ય ધન્ય આ ઉછરતું પાત્ર!

જૂન ૨૦૨૦


Flower Name: Callistephus chinensis

China aster

Significance: Psychic Transparency

Manifests fully only when the psychic is perfectly developed.

Monday, 29 June 2020

હોઈશ હું હંમેશ...



હોઈશ હું હંમેશ
ને ‘ન હતી’ ન હતું ક્યારેય
નિરંતરની નિશ્રામાં
પ્રવર્તમાન હોઈશ શાશ્વતે સદાયે

દ્વૈત મર્ત્ય રૂપ હશે
એક પછી એક હારમાળે
અખંડ અમરત્વે
તત્ત્વવત્ હોઈશ પરમ પ્રબંધે સદાયે

વિવિધ વેષ વાચિકે
શરીરધરી શ્વસું જીવને જીવને
દેહ અદેહ પછી પણ 
નિતાંત સ્વરૂપે હોઈશ પ્રવૃત સદાયે

વર્તમાનવત્ સદાકાળે
આત્મતત્ત્વ ન ભૂત ન ભવિષ્યે
અનંતોથી અફર અડગ ઉત્સાહે
પ્રવર્તી રહી...રહું...રહીશ સદાયે...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Hibiscus hirtus

Hibiscus

Significance: Eternal Youth

It is a gift the Divine gives to us when we unite with Him.

Sunday, 28 June 2020

ઇરાદાઓ ...વાચાળ ...



ઇરાદાઓ હોય છે વાચાળ
વણબોલ્યાં પહોંચતાં ક્યાંક 
ભાષા કે અભિવ્યક્તિ સિવાય
છૂપો સંદેશ પહોંચાડતાં ગંતવ્યસ્થાન

ને એમાં જો ઠર્યો શુભભાવ
તો વિપરીત કાર્યો પણ નાસીપાસ
એક શુધ્ધ સ્વચ્છ ધારદાર
અફર ઈરાદો બદલે પરિણામ

પણ જો ઈરાદો ક્યાંક ખોટ તાણ
પૂરતાં પ્રયત્નો પણ પોકળ ને ખર્ચાળ
ઉર્જાભાર ને વાતાવરણ બરબાદ
ઉલટાં પડે કાર્યો આજ નહીં તો કાલ!

પૃથ્વી ચેતના પર છપાતાં તમામ
સર્વકંઈ વાતાવરણમાં ધૂમતું આમ!
સંપૂર્ણ સમર્પણથી જ સફાઈ સરેઆમ
ત્યારે પછી જ મળતાં નિદર્શ ઈરાદે સ્વસ્થ સાફ...

એક અટૂલો અનન્ય માર્ગ.

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Viola X Wittrockiana

Pansy, Ladies' delight, Heart's ease, Stepmother's flower

Significance: Integrally Pure Thoughts

An effect of the Divine Grace

Saturday, 27 June 2020

ઔદાર્યને ને કૃતજ્ઞ ભાવ ...



બહુ ગુણ અવગુણમાં વિશ્ર્લેષણ ન માંડ
પૃષ્ઠભૂમાં વહે ઔદાર્યને ને કૃતજ્ઞ ભાવ
ત્યાંથી જ પ્રતિભાવ ને પ્રત્યુત્તર વહાવ

ઔદાર્યમાં ભર્યા નમનીયતા ને આવકાર
ઠસોઠસ સહકારિતા ને ખેલદિલ સાથ
મંગળ ઇરાદાઓ જગવતો ને પ્રેરતો ઉત્સાહ

કૃતજ્ઞતામાં ભરપૂર નિરંતર અગાધ
અખંડનો સ્વર સ્વાદ સ્પર્શ સુગંધ સાર
નિશ્ચલ ને નિર્બાધ, એકરૂપ ને બેબાક 

શક્ય સર્વકંઈ થકી ને પ્રતિ શુભાચાર
ઔદાર્ય ને કૃતજ્ઞતા અસ્ખલિત પ્રવાહ
પરમપ્રેમનાં એકત્વ રૂપ ને આદાનપ્રદાન...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Impatiens balsamina

Garden balsam, Rose balsam

Significance: Manifold Generosity

All in nature is spontaneously generous.

Friday, 26 June 2020

જગ જાત જીતાશે વારેવારે ...



એકલો ચાલે કે સાથે, ભીતરને રાખજે સથવારે
ભીતર જો સજગ સહારે જગ જાત જીતાશે વારેવારે

પંથ પથરાળ કે ચડાણે, રહેજે ભીતરનાં ઈશારે
ભીતરનાં ઝગમગ ઉજાસે જગ જાત જીતાશે વારેવારે

અટકતો કે અડગ ચાલે, ભીતરને પૂછતો જાણજે
ભીતરની રાહ પ્રમાણે જગ જાત જીતાશે વારેવારે

અનુકૂળ કે નવીન દિશાએ, ભીતરનાં પ્રવાસને માર્ગે
ભીતરનાં સંચાલન હેઠે જગ જાત જીતાશે વારેવારે

રચ્યોપચ્યો કે દુષ્કાળે, ભીતરનાં તાર ટકાવજે
ભીતરનાં પોષક જોડાણે જગ જાત જીતાશે વારેવારે

ઐક્ય કે વિભાજનકાળે, ભીતર તાકાતથી દોરાજે
ભીતરનાં અર્પણ-ગ્રહણ સમાસે જગ જાત જીતાશે વારેવારે...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Iochroma cyaneum

Significance: Seeking the Light in the Lower Vital

Does more work, makes less fuss.

Thursday, 25 June 2020

અહીં તો શિષ્ય ખુદ ...



આળની આડમાં ત્રુટિને ન સંતાડ
ફક્ત એક વિચારવ્યવહારની ખાંચ
સમજી સહજ થવા કરવી સ્વીકાર

સ્વીકાર પછી જ ખુલતી નવ શાણ
શીખાતું નથી એમ જ સાવ આમ
નથી સમાતી વગર તૈયારીએ તૈયાર 

શીખ જાણવી, સમજવી જુદી વાત
ને વળી એથીયે જરૂરી અલગ જ સાવ
સમ્મિલિત થવી એ સાચી શરૂઆત

એક પ્રસંગ પૂરતો બદલાવ!
એ તો ખુદને બનાવવો હાંસી પાત્ર
ત્રુટિ સમજાઈ તો ધરમૂળથી થવી નાશ

પૂર્ણયોગ નથી ફક્ત આસનો ને ધ્યાન
શ્વસનનિયમન કે ધર્મ કર્મ પુણ્ય ને પાપ
અહીં તો શિષ્ય ખુદને શીખવતો ‘શાસ્ત્ર’

અલબત્ ઉતરતો સતત દોરીસંચાર
ત્યાં સુધી પહોંચવા બનવો આધાર
માર્ગદર્શન નિરંતર માધ્યમ કે અભીપ્સુ પાત્ર...

પ્રભો, કૃપાળુ મહાન...

જૂન ૨૦૨૦


Flower Name: Sinningia speciosa

Florists' gloxinia, Gloxinia, Brazilian gloxinia, Violet slipper gloxinia

Significance: Broadening of the Being

All the parts of the being broaden in order to progress.

Wednesday, 24 June 2020

ધરે અરીસો ને બતાવે બેનકાબ...



અજ્ઞાનતાનું એવું જ હોય છે સાવ
સજાવી સમારીને સમજાવ્યા કરે વારંવાર

‘બધું બરાબર બરાબર’નાં મંત્ર જાપ
ને ઢાંક્યા કરે જ્યાં જ્યાં જરૂરી ફેરફાર

પછી ક્યારેક આવે વંટોળ ને ઝંઝાવાત
અસહ્ય ને ન સમજાય ક્યાંથી અચાનક આમ!

જેમતેમ સંભાળી નીકળી તો જરૂર જાય
પણ લસરકો ને ‘હતું’નું ટકી રહે નિશાન

ભુંસાય પછી કારણ સમય સંગ સમાધાન
પણ છતું થઈ સમજાય મળ્યે જીવનની મોકળાશ

અજ્ઞાનતાનાં વિવિધ રૂપો ને પ્રકાર
વ્યક્તિ વિશેષ સામુદાયિક સામાન્ય માન્ય

ભીતરની સભાનતા ધરે અરીસો ને બતાવે બેનકાબ
ખુદને દેખાતી ખુદની ત્રુટિ ને શક્તિ સાક્ષાત

જગવ આંતરે સમ્રાટ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Caesalpinia coriaria

Divi-divi

Significance: Intuitive Knowledge

Innumerable and vast for exploration, it is pure and fragrant.

Tuesday, 23 June 2020

ફરક એટલો જરૂર કે ન હવે...



પરમ અનુકંપા જ ઉતરતી ને બનતા પ્રેમ કે તિરસ્કાર વિશેષ
એ અંતિમ અગ્રિમો એક જ તત્ત્વરૂપ તિરસ્કાર કહો કે પ્રેમ 

એ જ પ્રવાહ પલટાતો જે હતો ભીનો પ્રતિ કોઈ ખાસ એક
બનતો સુષ્ક તીખો ટટોલતો પણ હજીયે એ જ એ જ પ્રેમ

ફક્ત ભાવ વ્યવહારમાં જણાતો નફરતભર્યો ઊખડેલ ઠેઠ
પણ પૂંઠળે સાવ એ જ કરુણા ધોધ ને થકી માનવજોગ પ્રેમ

એક અનન્ય સફરનાં આરંભે બંને વ્યક્તિઓ ને ભાવવેષ
ઓળખવા ને પચાવવા એ રૂપ જે પરમ તણું - દ્વિપાસુ પ્રેમ

હળવે હળવે ઉકેલતો ને અલગ થાતો એ પ્રભાવ પ્રદેશ
સમય સંજોગ સાથે સમજાતો કે આ તો મુખવટો હતો પ્રેમ

શરીર મન મતિ સ્વીકારે અન્ય માત્રા પાત્રતા ને ઉદ્દેશ
વળી પાછો ફરી વળતો લીલોતરી ને રુમઝુમ વરસતો પ્રેમ

ફરક એટલો જરૂર કે ન હવે શરીરી કે વાસનાવૃત ટેવ
પણ શુધ્ધ સાત્વિક સહજ સ્નેહમય ને પરમપ્રસાદરૂપ પ્રેમ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Rosa

Rose

Significance: Human Passions Changed into Love for the Divine

May they become a real fact, and their abundance will save the world.

Monday, 22 June 2020

પડછાયો છાંય!



દયા કરતાં ઉત્તમ સદ્વ્યવ્હારભાવ
સમાયાં ‘માં શુભભાવ ઈરાદો પરિણામ 

દયા હજી જણાવે ઊંચનીચ ક્યાંક
ન સમસ્તરે બંને પક્ષ ને પ્રમાણ

દયામાં ડોકાય તરફેણનો ઉપકાર
દબાણ સાધતો અંકુશ પ્રભાવ

દયાથી પહોંચતો પડછાયો છાંય
ન હકીકતે મળતો કાયમી ઇલાજ

સદ્વ્યવ્હારની અસર ચેતના પર વરતાય
બળ બની પોષી રહે ને બને મદદગાર

ન અભિવ્યક્તિની જરૂર ન માધ્યમ ખાસ
ફક્ત એક શુધ્ધ ભાવ ને પહોંચતો તત્કાલ

ટટાર ખડો થતો વ્યક્તિ ને સમજતો સાફ
‘હિંમતભેર કેવું વધવું’ મેળવતો માર્ગ 

દયાને દાટી દો ને જુવો સ્થિરદ્રષ્ટિથી એકવાર
શું ખરેખર આ અદ્-ભૂત પૃથ્વી પર છે કશુંય દયાપાત્ર?

સર્વકંઈ પ્રભુ સંતાન... ક્યાંથી ઉણું?...ફક્ત સન્માનનીય સર્વાંગ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Lobularia maritima

Sweet Alison, Sweet alyssum

Significance: Goodwill 

Modest in appearance, does not make a show but is always ready to be useful. 

Sunday, 21 June 2020

જો અહંકારી હોત, તો!



પ્રભુ જો અહંકારી હોત, તો!

અહંકાર સર્વોપરી હોત
સમસ્ત ન ઉત્ક્રાંતક હોત
મનુષ્ય ન વિકાસશીલ હોત

પશુ પક્ષીમાં ન ગર્જન કલરવ હોત
વૃક્ષ ઉપવનમાં ન વસંત પાનખર હોત
કુદરતનાં ન ઋતુરંગરૂપપ્રકાર હોત

પ્રેમનું ઝરણું ન સમુદ્ર હોત
અનુકંપાનું ન અસ્તિત્વ હોત
કૃતજ્ઞતાની ન ઉદભાવના હોત

મનુષ્ય-દિવ્ય વચ્ચે ન ચેતનાતંતુ હોત
પ્રત્યેક સ્તરોનું પુનરુત્થાન ન શક્ય હોત
દિવ્યતા મનુષ્યતા અવરજવર પ્રતિબંધિત હોત

ધન્ય પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Hibiscus mutabilis

Cotton rose, Confederate rose mallow

Significance: The Divine Grace

Thy goodness is infinite, we bow before Thee in gratitude.

Saturday, 20 June 2020

પરમ... પ્રેમ પ્રશાંત...



પ્રેમ જ છે આ સકળનો સાર
ને પ્રેમ જ જોડે સાંગોપાંગ
વિના અવરોધ કે સાંધ
સળંગ સરકતું સુંવાળું સર્વાંગ

જાણવો મૂળનો ને તત્ત્વસ્થાન
માન્યતા વ્યાખ્યા એષણા પશ્યાત
સંબંધો સંવિધાનો પરે સભાન 

સ્થાયી નીરવતામાં પછી ઉગતો પ્રવાહ
જોડતો હળવે હળવે એક એક જોડાણ
નવેસરથી જાણે! નવ જન્મ જ જાણ!
ને સમજાવતો, સમજાતો તંતુતાર...

અરે! આ...! એમ પ્રેમનો ઉઘાડ
અકલ્પ્ય જે ક્યારેય ન અનુભવ્યો આમ
ન એલફેલ ન મનો-પ્રાણમય વ્યય જરાય
ઠોસ, તેજસ્વી ને પોષક પ્રસાર

અણજાણ્યાં ને અણદીઠાં લાવે બદલાવ
સહજમાં ને સહજતાથી આપ-લે સન્માન
ન છીછરું ન તીણું ન ખરબચડું વરતાય
કુણું સુંવાળપમાં નવતંતુએ જીવતું થાય

અહો દિવ્યમાત! તવ કૃપા ને તવ હાથ
તવ ઘડ્યાં આ મહામૂલાં ફેરફાર
તવ શક્તિ ને તવ નિર્મિત વિધાન
નતમસ્તક વંદને રહું ધરી તવ પ્રેમ કુમાશ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Hibiscus mutabilis

Cotton rose, Confederate rose mallow

Significance: Victorious Love

Sure of itself, fearless, generous and smiling.

Friday, 19 June 2020

મ્હાત કરી શકશે... પશ્ર્નો કાળ...



પ્રકૃતિ ભલેને કરે દબાણ
જાતજાતનાં સંજોગ વહેણો લઈ જાય આમથી આમ
તું ન મચક આપ, માનવજાત
તેં કંઈક ભવો જીવ્યાં છે આ પૃથ્વી પર નિષ્ઠા સાથ

તારાં જ વાપરે ઉર મસ્તક હાથ
ને એ થકી, તારી જ સામે તાકે ધારદાર તીક્ષ્ણ નિશાન
તું અણનમ રહી નમજે ભીતરને ઊંડાણ
તારો પરમાત્મા ત્યાં, ત્યાંથી રક્ષતો, ક્ષણ ક્ષણ આગેવાન

હારીશ નહીં, હાલકડોલક ભલે વરતાય
અવગણતાં શીખ! સ્વસ્થ રહે, અડીખમ છે તારો પહેરેદાર
શીખવશે એ શિસ્ત ને સર્વાંગ સ્વાસ્થ્ય
મ્હાત કરી શકશે તું પછી, ભલભલાં સમયનાં પશ્ર્નો કાળ

ગતિની ગતિને સાધ! 

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Stapelia

Carrion flower, Starfish flower

Significance: Conquest of the Armies

Brutal and material, it does not bring joy.