Friday, 13 September 2019

હરીફ તારો ખુદને રાખ...


સમસ્તે સત્ય જે જીવી રહ્યું કોણ એ રોકી શકે
ગમા-અણગમા પાર જો! સનાતન ન વિરમી શકે

લાખ વાના રાખ! બંધારણ મર્યાદા ન તોડી શકે
પંપાળ પહોંચ વાર હજાર, સમગ્રે ન પહોંચી શકે

હથિયાર તારું અસ્વીકાર, ત્યાંથી દિવાલ કરી શકે
સીમિત આવી સમજથી શાશ્વત થોડું અટકી શકે

નામંજૂર સેંકડો હો કર્મકાજ, મર્મસત્ય ન ભૂસી શકે
કરો નિંદા, ટીકા પારાવાર, ભ્રહ્માંડગતિ ન વાળી શકે

દરેક અસ્તિત્વ લક્ષબાધ, એ લયથી ન છટકી શકે
સહેજ ક્યાંક છોડ-બાંધ, સઘળું એમ ન બદલી શકે

માન એટલી ટૂંક આજ, જ્ઞાન પણ માપમાં જ ખૂલી શકે 
હરીફ તારો ખુદને રાખ, સર્વસ્વને ન કોઈ હંફાવી હરાવી શકે.

પ્રભુ પરમને...

સપ્ટેમ્બર ૨૦૧૯




Flower Name: Hibiscus micranthus
Hibiscus
Significance: Eternal smile
A gift that only the Divine can give.

Thursday, 12 September 2019

The name attached is YOURS...



Blame is on you and the fame is yours
Whatever comes, the name attached is yours

Lord! You have taken up the load
The life Divine and it’s precious course

This human here is nothing but yours
Forever, unattached unbounded from rest all

You are the guiding light and the torch
You show the way, the nooks and corners

The savior is you and the reservoir  
Through you only this human form is instrumental

Thus, Lord in your charge and for better
The universe is to get back it’s original!

Thank you...

September 2019



Flower Name: Cyclamen purpurascens
Persian violet, Alpine violet, Sowbread
Significance: Scented Marvel
One of the innumerable gifts of Nature.

Wednesday, 11 September 2019

ચારો ખાને ચીત!


શ્રદ્ધાનો એક અંદરથી ટંકાર
ને શંકાકુશંકાઓ ચારો ખાને ચીત
એક અફર ઠોસ મક્કમ અવાજ
ને ભ્રમણાનાં ચકરાવા ખારીજ

શ્રદ્ધાનો એક અછડતો અંદાજ
ને યાદમાં ધસે પુરાવાઓની ભીડ
એ જ ભરે જોશ પારાવાર
ને જીવાય અશક્ય સ્થિતી, સાહજિક

શ્રદ્ધાનો એક મજબૂત આધાર
ને ઘડે અજાયબીઓ અગણિત
બસ! મજબૂત પક્કડ સાથે ચિત્ત શાંત
ને શ્રદ્ધા બને શક્તિ ને માધ્યમ સંતુલિત.

પ્રભુ... પ્રભુ...

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China 
Significance: Faith
You flame up and triumph.

Tuesday, 10 September 2019

Products, Byproducts of the same ...


Everything is from YOU everywhere 
Be it Substance Space Synergy State

Nothing specific or a particular case
Left uncovered, emerged from elsewhere 

The Existence and it’s conditions related
Simply the Creation of the Omnipresence 

Elements or Elementals or Constructs
Products Byproducts of the same Oneness

Looks and Feels and Exists may differ 
The Source is the ‘One’ - only and alone

How Marvelous! In myriads This Operation!
A humble Bow to The Presence that is there in All ...

Thank you!

September 2019 



Flower Name: Rhoeo spathacea
Oyster plant, Boat lily, Cradle lily, Moses in his cradle
Significance: Divine Presence
It hides from the ignorant eye its ever-present magnificence!

Monday, 9 September 2019

અનુરાગ જુવે કુદાવ!



આત્મરાગથી આત્મા રાગ
અનુરાગ જુવે કેવો કુદાવ!

સ્વરતિથી સ્વયંભૂ પ્રવાહ
દેહમોહથી સાર્વભૌમત્વ સાઠ

એ જ પ્રેમ ને વત્સલ વહાલ 
પરિઘ વિસ્તર્યો ભ્રહ્માંડ પાર

રતિ પણ અનુભવે ઉચ્ચ પડાવ
સમસ્ત પ્રતિ આધ્યાત્મિક લગાવ

પરિવર્તન થકી અનોખો પોશાક
ઓઢાવે આત્મા હર સર્જન કાજ

ગ્રહે એ જ ને પ્રસરાવે અપાર
કરુણારાગ હવે જીવે અનુરાગ.

પ્રભો પ્રણામ...

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Cosmos bipinnatus
Significance: Tranquility of the Sex Centre when it is under the Influence of the Supramental Light
The Supramental influence liberates man from all that binds him to the animal.

Sunday, 8 September 2019

સાચવવી પડે તો શાંતિ શાની?


શાંતિને સાચવવા બાંધવી પડે તો શાંતિ શાની?
નિયમો આધીન જાળવવી પડે તો હજી અધૂરી

મનની રીતથી જતાવવી પડે તો હજી કાચી
લાગણીની રુક્ષતામાંથી જન્માવવી પડે તો નકામી

પ્રયત્નને આધારે ટકાવવી પડે તો બાહરી 
એકલતામાં તપાવવી પડે તો હજી શરુઆતી

ક્રોધિત પ્રત્યાઘાતો પછી જાગૃત થતી બેબુનિયાદી
અલગાવવાદમાં નભતી હોય તો અધકચરી

સ્વરાગમાં રચીપચી રહેતી હોય તો અહં ઓઢી
પરનિર્ભર હોય તો એ હજી અશાંતિ જ પૂરેપૂરી

સાચી સાચી શાંતિ સ્વયંભૂ, ચૈત્યશક્તિ ઉત્પત્તિ
પરીસ્થિતી ગમે તે હોય સ્થાયી સદૈવ સ્થિર સ્થિતિ. 

પ્રભુ ચરણે...

સપ્ટેમ્બર ૨૦૧૯


Flower Name: Holarrhena pubescens
Easter tree, Conessi, Kurchi, Jasmine tree
Significance: Psychic Peace
It is spontaneous and does not make a fuss.

Saturday, 7 September 2019

આત્માનાં વેદવિલાસમાં...




વિશાળતા જે આભમાં અંતરમાં મૂકી જરાકમાં!
ખુલવું રહ્યું એ ભવવારમાં, આ જ ફેરે, સંધાનમાં.

મળશે ક્યારે ફરી ટહેલવાં આમ જન્મની લટારમાં
ન માનવજાતનાં હાથમાં, તે અહોભાગ્ય ‘અત્યાર’માં.

તિતિક્ષાની તીવ્રતામાં ને નિષ્ઠાની અપાર અપૂર્ણતામાં
સ્તરો ઓળંગી ચૈતન્યપ્રવાસમાં ને ચૈત્યનાં પડાવમાં.

સતરંગી મેઘધનુષમાં થઈ શાશ્વતીનાં અનંત પ્રસારમાં
પ્રત્યેક અનન્ય સર્જનમાં ને સનાતનનાં પ્રખર સતમાં.

જીવી લેવું અંદરથી બહારમાં, સંદર્ભ સાર ને શાણમાં
સદા ચાતક સમ તૃષાગ્રહણમાં, મળ્યું જે ‘નાં આભારમાં.

ન જાણે શું પેલે પારમાં? તો માણવું બસ! આ વારમાં
ગગન ને ધરાની વચાળમાં, આત્માનાં વેદવિલાસમાં.

જય હો પ્રભુ...

સપ્ટેમ્બર ૨૦૧૯




Flower Name: Dendranthema Xgrandiflorum Chrysanthemum Xmorifolium
Florists' chrysanthemum
Significance: Purified Dynamic Life Energy
Superb, indomitable, all-powerful in its purity.

Friday, 6 September 2019

જિંદગી દે જ સાથ ...



કંઈ કેટલુંય છે દર જિંદગીને ભાગે
દર શક્ય વૃદ્ધિ શુદ્ધિ સમૃદ્ધિ કાજે

અનેકો વિષય વિભાગ વ્યવહાર વાતે
એ દરેકમાં શક્યતાઓનાં ભંડાર જાણે

પહેલુઓ પાસાઓ પરિપેક્ષો ને પ્રકારે
કંઈક સંભાવનાઓમાં બધું કેટલું પ્રવર્તે 

શું ન કરી શકે જિંદગી આવી શક્યતાએ
કોઈ એક મુદ્દામાં ને એ પણ અસંખ્યો વાને...

બસ! માણસ ન હારવું રહ્યું આ કે તે બહાને
જિંદગી દે જ સાથ. એ તો જાણે કેટલું છે આપવાને.

જય હો!

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Quassia amara
Bitterwood, Surinam quassia
Significance: Splendour and Opulence in the Material Life
Can become widespread only through transformation.

Thursday, 5 September 2019

ધાર્મિક નહીં પણ અધ્યાત્મ ...


હું ધાર્મિક નહીં પણ અધ્યાત્મ મારો પરમધર્મ છે
કોઈ ક્રિયાકાંડ નહીં પણ આત્માપ્રવાસ નિયમ છે

કોઈ વિચારધારા નહીં પણ અબાધિત માર્ગ ચૂંટેલ છે
કોઈ મંદિરતીર્થ નહીં પણ આત્મસંપર્કની રોજ ટહેલ છે

કોઈ મૂર્તિ અનુષ્ઠાન નહીં ચેતના અવતરણની ટેવ છે
કોઈ બાધા બાંધ્યો સંકલ્પ નહીં અર્પણે પ્રક્ષાલનથી વહન છે

કોઈ સમુદાયનો હિસ્સો નહીં પણ પોતીકી શૈલીની ખોજ છે
રુઢિગત નકશો નહીં પણ ખોદી ઉઘડતી દિશાની મૌજ છે

કોઈ મોક્ષ માટે બલિદાન નહીં, સર્વશ્રેષ્ઠ જીવવું કર્તવ્ય છે
કોઈ સફળતાની ભાગદૌડમાં નહીં સહજશાંતિમાં સમર્પણે છે

કોઈ વાજતુંગાજતું, રણશીંગુ નહીં પણ નીરવતાનું ઉત્ક્રાંત છે
કોઈ પરિણામ પ્રતિ ખાસ નહીં પણ ખુલ્લાપણામાં સમૃદ્ધિ સદાબહાર છે

કોઈ ફરિયાદમાં તારતાર નહીં અહોભાગ્યમાં બાગ બાગ છે
કોઈ ઉણું ઓરમાયું નહીં અહીં તો શ્વાસ શ્વાસે સમગ્ર આત્મસાત છે.

પ્રભુ ચરણે...

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Hiptage benghalensis
Significance: Spiritual Success
Spiritual success is conscious union with the Divine.
Power of Spirituality
True spirituality transforms life.

Wednesday, 4 September 2019

પહોંચ સુધી રજવાડું ...



આ સામાન્ય માનવ મનનું યે કેવું 
મનમાં જ રહો તો બરાબર, મન જ ખરું!

દિવ્યપ્રદેશો માટે આરોપ, નીચાજોણું
સમસ્ત બ્રહ્માંડનું વજૂદ નકારે આખું

તાકાત બહારનાં પ્રભાવ સામે આંધળું બહેરું
નહીં તો બધું નિમ્ન અડધુંપડધું ઉણું...

અરે ભલા! પહોંચ છે ત્યાં સુધી તારું રજવાડું
પણ એવું લાગે કારણ હોય હદની અંદરનું

પહેલાં વસ્તાર વધાર, નોતર વણ ઉતર્યું
ડહાપણ ભર ઠસોઠસ ને બન માધ્યમ રુડું

ત્યારે જ સમજાશે તારું સ્થાન ને બીજું ય ઘણું
ને સાથે અમલીકરણ ને ઠરાવ મળશે એ છોગાંનું...

જય હો!

સપ્ટેમ્બર ૨૦૧૯


Flower Name: Celosia argentea (Cristata)
Common cockscomb
Significance: Mental Boldness
May your mind be capable of foreseeing the perfections of tomorrow.

ભીતર સાથે ઢીલાં જોડાણ ...



અંદર જ શોધવો પહેલાં જવાબ
બહારનામાં પછી જ પહોંચાય
અંતરાત્મા થકી ખોળવો ઉપાય
ખોખલા થતા પછી જ પરિબળો બાહ્ય

કશુંય જ નથી એવું કંઈ બહાર
જે અસરકારક કે જવાબદાર
જે કંઈ ઉથલપાથલ ને કાંડ
પાછળ ભીતર સાથે ઢીલાં જોડાણ

દર પ્રશ્નનો હલ ત્યાં પર્યાપ્ત
હાથવગો ને પહોંચમાં પ્રાપ્ત
ફક્ત રાખવો અવિકલ્પનીય મદાર
એ આંતરઝોક પર, વિના પર્યાય

ખરો સમ્રાટ પછી નીકળશે અમાપ
એક નહીં અનેકો અનંત વાર
નાનું મોટું સઘળું કંઈ તમામ
એના દાયિત્વમાં ને પાસા પોબાર...

જય હો ... જય હો ... જય હો ...

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Lupinus
Garden lupine, Lupine
Significance: Stages to the Supreme
We will go through as many stages as necessary, but we will arrive

Tuesday, 3 September 2019

દર વ્યસનની પાછળ ...


દર વ્યસનની પાછળ એક જ કારણ જવાબદાર
અંદરખાને હોય તેને બિનજરૂરી જાત પાળપંપાળ

વ્યસન હો ક્રોધ કે સેવન કે સ્વભાવ ખાસ પ્રકાર
અતિશય અયોગ્ય પુનરાવર્તનમાં સમય બગાડ

પુન: પુન: અમલ સામે નબળો ઢીલો વ્યવહાર
ક્યાંક ખૂણે સંતાઈ બેઠેલો એ ગમાડતો સ્વીકાર

યોગ્ય ઠેરવતો, નિર્ભરતા જતાવતો લલાટ લાડ
નિસહાય જાણે છૂટી પડેલો પોતાની જાતથી જ હાર

હા, જરૂર સંજોગ મુજબ હોઈ શકે કારણ બે ચાર
સાચ્ચે જ સમયે દીધી હોય ખીણ, નમાવી દેતી મ્હાત

પણ ભલા માણસ! દર માણસ લઈ જન્મ્યો ઉપાય
હ્રદયે ધબકે, જીવે આજન્મ પ્રેમ-ભક્તિભરી નાડ

જે ઉદ્-ઘાટિત કરે એ ભાવ એ ભલભલા નીકળે પાર
ભક્તિ દોરે સમર્પણ સુધી ને ઓગાળે એ દર ‘અતિ’ વર્તાવ

જડ ચોંટી જતાં વ્યસનો તો ક્યાંય હતા-ન-હતાં થાય.
ગમે એવા સ્વરાગને દે વહાવ ને ભરાવે પ્રભુ કદમ તાલ

પ્રયન્ત નિષ્ઠા ખંતપૂર્વક અને નિ:શેષ સમર્પણ હંફાવે દર પ્રહાર...

પ્રભુ હંમેશ રહો સાથ...

સપ્ટેમ્બર ૨૦૧૯




Flower Name: Gliricidia sepium
Madre de cacao, Nicaraguan cocoa-shade
Significance: Refinement of Habits
Orderly, clean and well-organised.

Monday, 2 September 2019

ભક્ત મસ્ત ભલી ...


ગણેશ! બોલો, શાને આજ દિને જ તમોને આવકારું?
સ્થાપિત સ્થાયી સદૈવ. શાને આજ જ ઉત્સવ માનું?
...ગણેશ! બોલો, શાને...

તિથી ચતુર્થીનો પર્વ વર્ષે શાને વર્ષ આંતરે મનાવું?
ગૃહપ્રવેશ તો કે’દીનો અંતરે શાને તલસું વર્ષ આખું?
...ગણેશ! બોલો, શાને...

વિઘ્નહર્તા પળપળ રક્ષે શાને દિન એકમાં નીપટાવું?
કૃપાદ્રષ્ટિ બરકત બક્ષે શાને માસ બાર વાટ જોવડાવું?
...ગણેશ! બોલો, શાને...

રીતિ યુતિ ઘડે મહુરત શાને નિર્ભર આગમન સ્વીકારું?
રીત રિવાજ બદ્ધ સંસારી શાને પરમને નિયમે બાંધું?
...ગણેશ! બોલો, શાને...

અનુકંપા અવિરત અનર્ગળ શાને ચોઘડિયાંમાં ચાળું?
અસીમ જ્ઞાનગંગા ખળ ખળખળ શાને સમયબાંધ ચણાવું?
...ગણેશ! બોલો, શાને...

ભક્ત મસ્ત ભલી. તુજ પગથી પર હળવે હળવે ચાલુ.
શાને વિનાયકને મૂરતમાં પૂરી વિસર્જને તદ્દન વિસરાવું?
...ગણેશ! બોલો, શાને...

ૐ ગં ગણપતયે નમ:

નતમસ્તક પ્રભુ!

સપ્ટેમ્બર ૨૦૧૯