Thursday, 5 September 2019

ધાર્મિક નહીં પણ અધ્યાત્મ ...


હું ધાર્મિક નહીં પણ અધ્યાત્મ મારો પરમધર્મ છે
કોઈ ક્રિયાકાંડ નહીં પણ આત્માપ્રવાસ નિયમ છે

કોઈ વિચારધારા નહીં પણ અબાધિત માર્ગ ચૂંટેલ છે
કોઈ મંદિરતીર્થ નહીં પણ આત્મસંપર્કની રોજ ટહેલ છે

કોઈ મૂર્તિ અનુષ્ઠાન નહીં ચેતના અવતરણની ટેવ છે
કોઈ બાધા બાંધ્યો સંકલ્પ નહીં અર્પણે પ્રક્ષાલનથી વહન છે

કોઈ સમુદાયનો હિસ્સો નહીં પણ પોતીકી શૈલીની ખોજ છે
રુઢિગત નકશો નહીં પણ ખોદી ઉઘડતી દિશાની મૌજ છે

કોઈ મોક્ષ માટે બલિદાન નહીં, સર્વશ્રેષ્ઠ જીવવું કર્તવ્ય છે
કોઈ સફળતાની ભાગદૌડમાં નહીં સહજશાંતિમાં સમર્પણે છે

કોઈ વાજતુંગાજતું, રણશીંગુ નહીં પણ નીરવતાનું ઉત્ક્રાંત છે
કોઈ પરિણામ પ્રતિ ખાસ નહીં પણ ખુલ્લાપણામાં સમૃદ્ધિ સદાબહાર છે

કોઈ ફરિયાદમાં તારતાર નહીં અહોભાગ્યમાં બાગ બાગ છે
કોઈ ઉણું ઓરમાયું નહીં અહીં તો શ્વાસ શ્વાસે સમગ્ર આત્મસાત છે.

પ્રભુ ચરણે...

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Hiptage benghalensis
Significance: Spiritual Success
Spiritual success is conscious union with the Divine.
Power of Spirituality
True spirituality transforms life.

No comments:

Post a Comment