Friday, 13 September 2019

હરીફ તારો ખુદને રાખ...


સમસ્તે સત્ય જે જીવી રહ્યું કોણ એ રોકી શકે
ગમા-અણગમા પાર જો! સનાતન ન વિરમી શકે

લાખ વાના રાખ! બંધારણ મર્યાદા ન તોડી શકે
પંપાળ પહોંચ વાર હજાર, સમગ્રે ન પહોંચી શકે

હથિયાર તારું અસ્વીકાર, ત્યાંથી દિવાલ કરી શકે
સીમિત આવી સમજથી શાશ્વત થોડું અટકી શકે

નામંજૂર સેંકડો હો કર્મકાજ, મર્મસત્ય ન ભૂસી શકે
કરો નિંદા, ટીકા પારાવાર, ભ્રહ્માંડગતિ ન વાળી શકે

દરેક અસ્તિત્વ લક્ષબાધ, એ લયથી ન છટકી શકે
સહેજ ક્યાંક છોડ-બાંધ, સઘળું એમ ન બદલી શકે

માન એટલી ટૂંક આજ, જ્ઞાન પણ માપમાં જ ખૂલી શકે 
હરીફ તારો ખુદને રાખ, સર્વસ્વને ન કોઈ હંફાવી હરાવી શકે.

પ્રભુ પરમને...

સપ્ટેમ્બર ૨૦૧૯




Flower Name: Hibiscus micranthus
Hibiscus
Significance: Eternal smile
A gift that only the Divine can give.

No comments:

Post a Comment