Wednesday, 18 September 2019

નીકળી પડ સ્વ-ભેટ કાજ ...



ગમે એટલો ટોચે તળિયે કે તળેટીએ રહેવાસ
નહીં જાણી શકે મનુષ્ય! તું બ્રહ્મનો અસીમિત ફેલાવ

તારો ક્યાસ તારી મર્યાદા સાથે બંધબેસતો જવાબ
હોઈ શકે કોઈ સમજ જેનો બૌદ્ધિક તારણ પર મદાર

વિજ્ઞાન ઇતિહાસ ખગોળ પણ ભજવે અહમ ભાગ
 સતત આવી મળતાં પુરાવાઓ ગણી શકાય જવાબદાર

શોધ ખોળ સમજ સમાધાન થયો જ્ઞાનનો વિસ્તાર
આ તો થઈ એક અનુક્ષેત્રની, અલબત મહત્વની, વાત

બુદ્ધિ જ્ઞાન સમજ શાણ પરે પણ પરબ્રહ્મનું સામ્રાજ્ય 
અનુભવો અનુભૂતિઓ પહોંચાડતું ખીચોખીચ ‘આકાશ’

ખોલ પલાંઠી ને નીકળી પડ સ્વ-ભેટ કાજ બેશુમાર
બાહ્ય સંતુષ્ટિને પચાવી પલટાવી, ચાલતો રહે જોજનો અંતરિયાળ...

પ્રભુ માર્ગદર્શક ને પહેરેદાર... વંદુ...

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Gossypium
Cotton
Significance: Material Abundance
Nature always shows us what true abundance is-one is overwhelmed!

No comments:

Post a Comment