Saturday, 14 September 2019

ઘણી બાકી બારીકીઓ હજી...



રાહ તાકી રહેવી એ શ્રદ્ધાનો વિરોધાભાસ
એ તો થયું ઇચ્છવું અમુક તરફનું પરિણામ.

એમાંય જો અધીરાઈભર્યો બેબાકળો તલસાટ
અંદર બહાર ઉપદ્રવ ને બેધ્યાન બણબણાટ,

અન્યો પર આરોપોની હારમાળ, ફરિયાદ, 
મસ્તિષ્કમાં ભરચક હુંસાતુસી ને વાદવિવાદ,

વિનાકારણ ત્રસ્ત પ્રતિક્રિયાઓની ભરમાર,
દર મુદ્દે બિનજરુરી અસંતોષભરી તીખાશ,

તો માનો ભીતર છે હજી શ્રદ્ધા પ્રતિ પડકાર
ઘણી બાકી અંદર બારીકીઓ અર્પણને કાજ.

ધરપતમાં પહોંચવું રહ્યું થઈ ખાલીખમ સાફ
આ પ્રકારનાં આંતરિક કોલાહલથી પૂર્ણપણે શાંત

ને વિશ્વાસ કે સમય આવ્યે, પાકશે સમયસાથ
ને જરુર દેશે બોલતું, ફળતું જે જે હશે ઉધાર.

પ્રભુદ્રષ્ટિ રહે નિહાળ...દિવ્ય સંકલ્પ જ ઉદ્ધાર...

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Zinnia elegans
Common zinnia, Youth-and-old-age
Significance: Endurance
Going to the end of the effort without fatigue or relaxing.

No comments:

Post a Comment