‘અત્યાર’ને સ્વીકાર એટલે આનંદને આવકાર,
પ્રગતિને આહવાન ને દિવ્યતત્ત્વને ધન્યવાદ,
સહજતાને સન્માન ને અનાદરને સદંતર નકાર,
‘સ્વયંભૂ’ને અવકાશ ને શક્યતાઓ પારાવાર,
ખુલતાં આયામોને માર્ગ ને ખુલ્લાં ખાલી આધાર,
રૂઢિગત પ્રતિક્રિયાનો પ્રતિકાર ને ‘ને પૂર્ણવિરામ,
ડહાપણથી લગામ ને વ્યાવહારિક ટેવને જાકાર,
ભાવિ ફક્ત ઉગતાં પ્રભાત ને ચીલાચાલુ અધ્યાહાર,
અત્ર અત્રમાં ભરી અકલ્પનીય બુનિયાદી તાકાત.
બીજ, જે અંકુરમાંથી ઘટાટોપ પાંગરવાને તૈયાર.
શરુઆત હો કોઈપણથી! બસ, પક્કડ હોવી પાક,
પછી ઘડાય એક એક પળ જેનું ગંતવ્ય પરમદ્વાર.
પ્રભુ પ્રણામ...
સપ્ટેમ્બર ૨૦૧૯
Flower Name: Virgin's bower, Leather flower, Vasevine
Significance: Sentry
Ever awake.
No comments:
Post a Comment